શિયાળો એટલે સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવાની ઋતુ. આ દિવસોમાં પૌષ્ટિક વસાણા અને પાક ખવાય છે. જે ખાવાથી આખું વર્ષ નીરોગી રહેવાય તેવી માન્યતા છે. શિયાળામાં લીલા પાંદડાવાળા શાકભાજી ખૂબ ખાવામાંઆવે છે. આ ઉપરાંત લોકો આમળા પણ ખૂબ ખાય છે. આમાળા અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં અસરકારક હોવાથી તેને સુપરફુડ કહે છે.
આમળાનું સેવન શરીર માટે ગુણકારી
લીલા રંગનું આ નાના કદનું ફળ શરીર માટે અનેક રીતે ગુણકારી છે. વિટામિન 'સી' શ્રેષ્ઠ સ્ત્રોત છે આમળા. શિયાળાના દિવસોમાં હળદરવાળા આમળા, આમળાનો જયુસ, આમળાનો મુરબ્બો એમ વિવિધ રીતે આમળાનું સેવન કરવામાં આવે છે. રોજ એક આમળું ખાવાથી કબજિયાત અને એસિડિટીમાં રાહત મળે છે. આ ઉપરાંત ઠંડીના દિવસોમાં નિયમિત આમળાનું સેવન પેટની સમસ્યામાં, ત્વચાની સમસ્યા, હૃદયસંબંધિત સમસ્યા અને આંખના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. પરંતુ એક વાત મોટાભાગના લોકો જાણતા નથી કે આમળા ખાવાથી દરેક માટે ફાયદો થતો નથી. હા, જ્યારે તે સ્વસ્થ હોય છે, ત્યારે તેની કેટલાક લોકો પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.
આમળા સુપરફૂડ છતાં હાનિકારક
આરોગ્ય નિષ્ણાત કહે છે કે આમળા ભલે સુપરફૂડ હોય પરંતુ તેમાં એવા કેટલાક કુદરતી સંયોજનો રહેલા જે કેટલાક લોકો માટે સમસ્યા સર્જી શકે છે. દરરોજ આમળાના સેવનથી કયારેક સંવેદનશીલ વ્યક્તિઓમાં એલર્જીક પ્રતિક્રિયાઓ, ખંજવાળ અથવા સોજો જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેનું સેવન કરતા પહેલા તમારા શરીર અને તમારી સ્વાસ્થ્ય સ્થિતિને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુપરફૂડ આમળાનું વધુ પડતુ સેવન આ લોકો માટે નુકસાનકારક થઈ શકે છે. તેઓ ગંભીર બીમારીના શિકાર થઈ શકે છે.
આ લોકો માટે નુકસાનકારક, આમળા
લોહીમાં શર્કરાનું સ્તર ખૂબ ઓછું હોય તેવા લોકો માટે આમળા નુકસાનકારક છે. નિયમિત સેવનથી તેમને ચક્કર આવવા અને નબળાઈ લાગે છે. અલ્સર, ગેસ્ટ્રાઇટિસ સમસ્યા ધરાવતા લોકો આમળા ખાવાથી સમસ્યા થઈ શકે છે. કારણ કે આમળા ખૂબ ખાટા અને એસિડિક હોય છે, તે એસિડિટી, હાર્ટબર્ન, ગેસ, પેટનું ફૂલવું અને પેટમાં દુખાવોનું કારણ બની શકે છે. જે લોકો લોહી પાતળું કરતી દવાઓ લેતા હોય તેમણે દરરોજ આમળા ખાવાનું ટાળવું. વોરફેરિન, એસ્પિરિન અથવા ક્લોપીડોગ્રેલ જેવી દવાઓ લેતા હોવ તો આમળા રક્તસ્ત્રાવનું જોખમ વધારી શકે છે. કિડનીમાં પથરી થઈ હોય અથવા તમારી કિડની નબળી હોય, એલર્જી ધરાવતા લોકો અને સગર્ભા મહિલાઓ માટે આમળા ખાવાથી સ્વાસ્થય સમસ્યાનું જોખમ વધે છે.