ઘણીવાર ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે મોંઘા ડિટર્જન્ટ વાપરવા છતાં વોશિંગ મશીનમાં કપડાં બરાબર સાફ થતા નથી. આ પાછળનું મુખ્ય કારણ 'ઓવરલોડિંગ' છે. મશીનમાં જરૂરિયાત કરતાં વધુ કપડાં ભરવાથી ડ્રમને ફરવાની જગ્યા મળતી નથી, જેનાથી મશીન પર દબાણ વધે છે અને સફાઈ પણ નબળી થાય છે.

પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે વોશિંગ મશીનમાં કપડાં સંપૂર્ણ રીતે સાફ થતા નથી અથવા તેમની મશીન વારંવાર ખરાબ થવા લાગે છે. જો તમારા સાથે પણ એવું થાય છે, તો તેનું એક મુખ્ય કારણ મશીનમાં જરૂર કરતાં વધુ કપડાં નાખવા હોઈ શકે છે.

શું છે લોડિંગનો સાચો નિયમ?

કોઈપણ વોશિંગ મશીન (ફ્રન્ટ લોડ કે ટોપ લોડ) માટે '80% રૂલ' સૌથી શ્રેષ્ઠ છે. મશીનના ડ્રમનો માત્ર 75 થી 80% ભાગ જ કપડાંથી ભરવો જોઈએ. બાકીનો 20% ભાગ ખાલી રાખવો જરૂરી છે જેથી પાણી અને સાબુનું મિશ્રણ કપડાંના દરેક રેસા સુધી પહોંચી શકે અને કપડાં મુક્તપણે હલનચલન કરી શકે.

મશીનની ક્ષમતા મુજબ કપડાંની ગણતરી

1. 6–7 કિલોની મશીન (નાના પરિવાર માટે): આ મશીનમાં આશરે 15 થી 20 મધ્યમ કદના કપડાં ધોવા જોઈએ.2 જીન્સ, 2 શર્ટ, 1 બેડશીટ, 2 ટુવાલ અને 2-3 પિલો કવર.

2. 7–8 કિલોની મશીન (મધ્યમ પરિવાર માટે): આ ક્ષમતામાં તમે 25 થી 30 કપડાં ધોઈ શકો છો.3 જીન્સ, 3 શર્ટ, 2 બેડશીટ, 3 ટુવાલ અને 4 પિલો કવર. જો કપડાં ભારે (જેમ કે શિયાળુ જેકેટ) હોય તો સંખ્યા ઓછી રાખવી.

3. 8–10 કિલોની મશીન (મોટા પરિવાર માટે): આ મશીનો 35 થી 50 કપડાંનો લોડ લઈ શકે છે. તેમાં ડબલ બેડની ભારે રજાઈ કે પડદા પણ ધોઈ શકાય છે. 4-5 પેન્ટ, 5 શર્ટ, 3 બેડશીટ અને બાકીના નાના કપડાં.

વધુ લોડ આપવાથી થતા નુકસાન

ખરાબ સફાઈ: કપડાં એકબીજામાં ફસાઈ જાય છે અને ડાઘા નીકળતા નથી.

મશીન ડેમેજ: મશીનના બેરિંગ અને મોટર પર દબાણ વધવાથી તે જલ્દી બગડી જાય છે.

ખર્ચમાં વધારો: મશીન વધુ વીજળી ખેંચે છે અને કપડાં ધોવામાં સમય પણ વધુ લાગે છે.

ખાસ ટિપ્સ: કપડાં નાખતી વખતે હંમેશા તે "સૂકા" હોવા જોઈએ. મશીનની ક્ષમતા હંમેશા 'ડ્રાય વેટ' (સૂકા વજન) પર આધારિત હોય છે. મશીનને નિયમિત અંતરે 'ટબ ક્લીન' મોડ પર ચલાવવાથી મશીનનું આયુષ્ય વધે છે.

આ પણ વાંચોઃ  પ્રજાસત્તાક દિવસે મેળવો પરફેક્ટ દેશભક્તિ લુક, લેટેસ્ટ 'ત્રિરંગા' નેઈલ આર્ટ ડિઝાઇન્સ સુંદરતામાં વધારો કરશે