આપણે સ્વસ્થ રહેવું હોય તો પ્રોટીનનું સેવન વધારવું પડશે. શાકાહારીઓ માટે પ્રોટીનની ઉણપને પૂરી કરવી એક મોટો પ્રશ્ન બની રહી છે. કારણ કે મોટાભાગના લોકો ઘરે એવા ખોરાક બનાવતા હોય છે જેમાં તેમની દૈનિક પ્રોટીનની જરૂરિયાત પૂરી થઈ શકતી નથી. એટલે જ તેઓ બજારમાંથી રેડીમેડ પ્રોટીન પાઉડર લાવે છે. જો કે આ પ્રોટીન પાઉડર કયારેક હેલ્થ સ્વસ્થ કરવાના બદલે નુકસાન કરે છે. બજારના મોંઘા પ્રોટીન પાઉડર છોડો ઘરે સરળતાથી બનાવો. જાણીતા ફિટનેસ ટ્રેનરે ઘરે પ્રોટીન પાઉડર બનાવવાની ફોર્મ્યુલા અમારી સાથે શેર કરી છે.
ઘરે પ્રોટીન પાઉડર બનાવવાની સરળ રીત
ઘરે પ્રોટીન પાઉડર બનાવવા માટે ૫૦૦ ગ્રામ શેકેલા ચણા, 250 ગ્રામ કાજુ અને બદામ, 100 ગ્રામ મખાના, 500 ગ્રામ મગફળી, 25 ગ્રામ વરિયાળી, 10 ગ્રામ એલચી, અને 250 ગ્રામ સૂકી ખજૂરને લઈને શકો છો. આ તમામ સામગ્રીને સાધારણ શેકી લો, પછી દરેકને ગ્રાઇન્ડર જારમાં નાખો અને તેને પીસીને પાવડર બનાવો. હવે આ પાવડરને હવાચુસ્ત પાત્રમાં ભરીને રાખો. આ પ્રોટીન પાઉડર તૈયાર થયા બાદ લગભગ 30 ગ્રામ પાવડર પાણી અથવા 200 મિલી દૂધમાં ભેળવીને દરરોજ પીવો.
