શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવાય છે. આ વર્ષે શનિવારે ઉજવાશે. ભાઇ-બહેનના સ્નેહના આ પવિત્ર તહેવાર માટે બહેનો પહેલેથી જ બધી તૈયારીઓ શરૂ કરી દે છે. ડ્રેસથી લઇને એસેસરીઝ, મેકઅપ બધુ જ. જો તમે પણ આ દિવસે તમારા લુકને વધુ ખાસ બનાવવા માંગો છો તો જાણી લો આ સરળ અને અસરકારક મેકઅપ ટિપ્સ.

મેકઅપ કરતા પહેલા સ્કિનને ક્લીન કરો
મેકઅપના પહેલાં ચહેરાને સારી રીતે ક્લીન કરો. ફેસવોશ કર્યા બાદ ટોનર લગાવો અને પછી લાઇટ મોઈશ્ચરાઇઝર અપ્લાય કરો. ત્યારબાદ પ્રાઈમર લગાવો જેથી સ્કિન સ્મૂથ બને અને મેકઅપ લાંબો સમય ટકી શકે.

રક્ષાબંધન માટે લાઇટ અને નેચરલ મેકઅપ શ્રેષ્ઠ
રોજની જેમ ભારે ફાઉન્ડેશનના બદલે BB કે CC ક્રીમ વાપરો. જો ડાર્ક સ્પોટ્સ છે તો થોડીક માત્રામાં કન્સિલર વાપરી લૂઝ પાઉડરથી સેટ કરો. આથી લુક લાઈટ અને ફ્રેશ લાગશે.

ફેસ્ટિવ ટચ માટે આંખો પર ખાસ ધ્યાન આપો
આંખો માટે ગોલ્ડન કે ડ્રેસના કલર પ્રમાણે શિમર શેડ વાપરો. કાજલ અને વિંગ લાઇનરથી આંખોને ડિફાઇન કરો અને મસ્કારા લગાવીને લુકને ફિનિશ કરો.

નેચરલ બ્લશ અને હાઈલાઈટર લાગૂ કરો
ગાલ પર પિચ કે રોઝ પિંક બ્લશ લગાવવાથી ચહેરો તાજો લાગે છે. ચીકબોન, નાક અને બ્રો બોન પર હાઈલાઈટર લગાવવાથી ત્વચા નખરે છે અને લુકમાં ફેસ્ટિવ ગ્લો આવી જાય છે.

લિપ્સ માટે ખાસ ટિપ્સ
મેકઅપ કરતા પહેલા લિપ્સને સ્ક્રબ કરો અને મોઈશ્ચરાઇઝ કરો. લિપ લાઇનરથી આઉટલાઇન બનાવીને બ્રાઈટ કલરની લિપસ્ટિક લગાવો. રક્ષાબંધન માટે રેડ, પિંક કે કોરલ શેડ્સ બેસ્ટ હોય છે. ઇચ્છા હોય તો લિપ ગ્લોસ પણ લગાવી શકો. લાસ્ટમાં સેટિંગ સ્પ્રેથી મેકઅપનો લોક કરો.

  • Follow us on: