જૂન મહિનાની આ આકરી ગરમીમાં રસોડામાં ગેસના ચૂલા પાસે કલાકો સુધી ઊભા રહીને રસોઈ બનાવવાનું કામ કોઈને ગમતું નથી. પરંતુ, ગમે તેવી ગરમી હોય તોય જીભના ચટાકા અને મસાલેદાર ખાવાની ઇચ્છા થાય છે. બહારનું જંક ફૂડ, સમોસા કે તળેલી કચોરી ખાવાથી પેટ બગડવાનો અને એસિડિટી થવાનો પૂરેપૂરો ભય રહે છે. આ ઉનાળામાં તળેલા ખોરાકને અલવિદા કહો અને ઘરે ટ્રાય કરો સ્વાદિષ્ટ ડિશ જે શરીરને અંદરથી ઠંડક આપે. જો તમે પણ ચાટ અને ગોલગપ્પાના શોખીન હોવ, તો આ સીઝનની બેસ્ટ વાનગી 'દહીં પુરી' ચોક્કસ અજમાવો.


દહીં પુરી બનાવવા માટે સામગ્રી

  • મગની દાળ: ૧ કપ
  • ઘઉંનો લોટ: ૧/૨ કપ
  • મીઠું: સ્વાદ પ્રમાણે
  • હળદર પાવડર: ૧/૪ ચમચી
  • કાળા ચણાના ફણગાવેલા દાણા: ૧ કપ
  • શક્કરિયા: ૧ (બાફેલા અને છૂંદેલા)
  • કાકડી: ½ (બારીક સમારેલી)
  • ડુંગળી: ½ (બારીક સમારેલી)
  • કાચી કેરી (કૈરી): ૧/૨ (બારીક સમારેલી)
  • લીલા મરચાં: ૨ (બારીક સમારેલા)
  • કોથમીરના પાન: બારીક સમારેલા
  • ચાટ મસાલો: ૧ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર: ૧ ચમચી
  • કાળું મીઠું: ૧/૨ ચમચી
  • શેકેલા જીરાનો પાવડર: ૧/૨ ચમચી
  • લીંબુનો રસ: ૧ લીંબુ
  • મસાલેદાર ફુદીના-ધાણાની લીલી ચટણી
  • જાડું ઠંડુ દહીં
  • ફાઇન સેવ
  • બુંદી
  • દાડમના બીજ

દહીં પુરી બનાવવા માટેની રીત

એક મોટા બાઉલમાં કાળા ચણા, શક્કરીયા, કાકડી, ડુંગળી, કાચી કેરી, લીલા મરચાં, ધાણાજીરું અને બધા સૂકા મસાલા ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો. છેલ્લે, લીંબુનો રસ નીચોવો. પુરીઓ માટે, મગની દાળ અને ઘઉંના લોટમાં મીઠું અને હળદર મિક્સ કરીને લોટ બનાવો. નાની પુરીઓ વણી લો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. પુરીઓની વચ્ચે એક નાનું કાણું બનાવો, દરેક પુરીમાં ચમચી વડે તૈયાર કરેલા ઠંડા સ્પ્રાઉટ્સ અને શાકભાજીનું ભરણ નાખો. ઉપર મસાલેદાર લીલી ચટણી રેડો, હવે ઠંડુ જાડું દહીં ઉમેરો. પછી ક્રિસ્પી સેવ, બુંદી, દાડમના દાણા અને બારીક સમારેલી કોથમીર ઉમેરીને પીરસો.

શા માટે ઉનાળામાં બેસ્ટ છે દહીં પુરી?

દહીં પુરી સ્વાદમાં જેટલી લાજવાબ છે, સ્વાસ્થ્ય માટે એટલી જ હળવી છે. તેને ખાવાથી મોંનો સ્વાદ તો સુધરશે જ, સાથે તેમાં રહેલું ઠંડું દહીં ગરમીમાં શરીરને ઠંડક આપશે. તેને બનાવવામાં બહુ મહેનત નથી પડતી અને ગેસ પાસે લાંબો સમય ઊભા પણ રહેવું પડતું નથી.


આ પણ વાંચો : World Bicycle Day: કયારે થઈ સાયકલની શોધ, ભારતમાં સૌ પ્રથમ કયારે આવી, જાણો રસપ્રદ ઇતિહાસ

  • Follow us on: