શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ભગવાન શિવને પૂજા અર્ચના કરતા એવા શ્રાવણ મહિનામાં એકટાણું વ્રતનું લોકો નિયમ લે છે. આ લોકો અમાસના દિવસથી આ વ્રતનો આરંભ કરે છે. ત્યારે ઉપવાસના દિવસોમાં કયા આહારનું સેવન ના કરવું તેને લઈને આજે માહિતી આપીશું.


ઉપવાસનું ખાસ મહત્વ 

ધાર્મિક માન્યતામાં ઉપવાસનું ખાસ મહત્વ છે. જો તમારે નિયમસર ઉપવાસ કરવો હોય તો તમારે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના અને પૂજન કરવામાં આવે છે. એટલે આ દિવસોમાં સાત્વિક ખોરાક લેવાનું કહેવામાં આવ્યું છે. તેમજ "તામસી" અને "રાજસિક" ખોરાકથી દૂર રહેવાનું પણ સૂચન કરાયું છે. ઉપવાસનો કરવાનો અર્થ છે શરીરને સરળ, પાચક અને પવિત્ર ખોરાક મળે.

આ વસ્તુઓનું સેવન ના કરવું

ઉપવાસમાં લસણ, ડુંગળી, મસાલાવાળા પદાર્થો અને ગંધયુક્ત શાકનો આહારમાં નિષેધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ એટલે કે પેકેટવાળો નાસ્તો, ચોકલેટ, બિસ્કીટ, નૂડલ્સનું પણ સેવન ના કરવું. તેમજ પાવ, બ્રેડ, નાન જેવી બેકરી આઇટમ્સ પણ ઉપવાસમાં ખવાતી નથી. તેમજ ભોજનમાં ખૂબ વધુ તળેલો ખાદ્યપદાર્થ એટલે કે સમોસા અને ફરસાણ જેવા નાસ્તા ના કરવા. તમે એકટાણું કરતા હોવ તો તમે એકસ્થાન પર બેસીના આ ભોજન કરી શકો છો. પરંતુ એક વખત ભોજન લીધા બાદ તમે ફરી આ વસ્તુઓ ના ખાઈ શકો. ઉપવાસ કરનારે ખાસ કરીને આ દિવસોમાં આલ્કોહોલ અને સિગારેટનું સેવન ના કરવું જોઈએ.

ઉપવાસમાં આ વસ્તુઓ ખાવી

ઉપવાસના દિવસોમાં દૂધ, દહીં, છાસ, લસ્સી, શિખંડ, મઠ્ઠો અને પનીર જેવા ડેરી પ્રોડકટ ખાઈ શકો છો. શાકભાજીમાં બટાકા, સૂરણ, દૂધી તેમજ કાકડી અને બીટ પણ ખાવામાં આવે છે. જ્યારે રાજગરા અને શિંગોડા જેવા ફરાળી લોટમાંથી બનતી વાનગી પણ ખાઈ શકો છો. ડ્રાયફ્રૂટ અને કેળા, કેરી અને સફરજન જેવા ફળોનું સેવન કરી ઉપવાસના દિવસોમાં તમે તમારી ઉર્જા મેળવી શકો છો.


  • Follow us on: