બજારમાં ચાંદીના ભાવ રોકેટની ગતિએ વધી રહ્યા છે. સોનાની જેમ દિવસેને દિવસે ચાંદી ધાતુ પણ મોંઘી થવા લાગી છે. લોકોમાં સોનાની જેમ ચાંદીનો પણ ક્રેઝ છે, ચાંદીના વાસણો, ચાંદીના ઘરેણાં કે પછી પૂજા ઘરમાં ચાંદીની વસ્તુઓ લોકો રાખે છે. સમય જતા ચાંદી કાળી પડવા લાગે છે. ચાંદીની ચમક ઝાંખી પડતા તે વધુ ખરાબ લાગે છે. મોંઘી ચાંદી ચમકાવવા ઘરેલુ ઉપાય વધુ અસરકાર છે. ચાંદીના દાગીનાની ચમક પાછી લાવવા આ સરળ ટીપ્સ અજમાવો.
ચાંદીની વસ્તુ ચમકાવવાનો સરળ ઉપાય
ટૂથપેસ્ટ ફોર્મ્યુલા : આ સૌથી જૂની અને સૌથી અસરકારક પદ્ધતિ છે. કોઈપણ સફેદ ટૂથપેસ્ટ (જેલ-આધારિત નહીં) ને થોડા પાણીમાં ભેળવીને દાગીના પર લગાવો. જૂના, નરમ ટૂથબ્રશથી હળવા હાથે ઘસો. ટૂથપેસ્ટમાં રહેલા નાના કણો ચાંદીમાંથી ડાઘ સરળતાથી દૂર કરે છે. અંતે, સ્વચ્છ પાણીથી કોગળા કરો અને નરમ કપડાથી સાફ કરો.
બેકિંગ સોડા અને એલ્યુમિનિયમ ફોઇલ : એક બાઉલમાં ગરમ પાણી ભરો અને તેમાં 2 ચમચી બેકિંગ સોડા ઉમેરો. બાઉલના તળિયે એલ્યુમિનિયમ ફોઇલ લગાવો. હવે, તમારા દાગીનાને પાણીમાં ડુબાડો. આયોનિક વિનિમય પ્રક્રિયાને કારણે, ડાઘ તરત જ ફોઇલમાં ટ્રાન્સફર થઈ જશે. 5-10 મિનિટ પછી દાગીના કાઢી નાખો અને તે કાચની જેમ ચમકવા લાગશે.
લીંબુ અને મીઠાનો ઉપયોગ : એક કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને એક ચમચી મીઠું ઉમેરો. તમારા ચાંદીના દાગીનાને આ દ્રાવણમાં 15-20 મિનિટ માટે પલાળી રાખો. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ હઠીલા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. એકવાર દૂર થઈ ગયા પછી, ઠંડા પાણીથી કોગળા કરો.
ચાંદીની વસ્તુની સાચવણી સરળ બનશે
ચાંદીના ભાવ ધરખમ વધારો થતા લોકોમાં ચાંદીની વસ્તુઓ ખરીદવા અને સાચવવાનો ટ્રેન્ડ વધ્યો છે. ચાંદીની ચમક પાછી લાવવા આ ઘરેલુ ઉપાય અજમાવો. કોઈપણ સોનીને જયારે ચાંદી સાફ કરાવા આપો છો તો કયારેક તેમાં ગુમ થવાની સંભાવના વધે છે. તમે ટૂથપેસ્ટ ફોર્મ્યુલા, બેકિંગ સોડા અને એલ્યુમિનિયમ ફોઇલ અને લીંબુ અને મીઠાનો ઉપયોગ કરી ચાંદી ચકાચક કરી શકો છો. મોંઘો ખર્ચ કરવાના બદલે આ સરળ ઉપાય તમારી ચાંદીની વસ્તુની સાચવણી માટે વધુ યોગ્ય છે.