આજકાલ ઘણા લોકો ગ્લોઇંગ અને ચમકદાર ત્વચા (Glowing Skin) ઈચ્છે છે, પણ તેના માટે કંઈ જ નથી કરતા. કેટલાક લોકો તો ત્વચા પર વિવિધ પ્રકારની વસ્તુઓ લગાવતાં રહે છે, જેના કારણે ત્વચા સુંદર થવાને બદલે ખરાબ થઈ જાય છે. જો તમે પણ તમારી ત્વચાને કેમીકલ કે મોંઘા ઉપાયો વિના નેચરલી રીતે સુંદર અને ચમકદાર બનાવવા માંગો છો, તો ચાલો જાણીએ એક એવા હોમમેડ ઉબટન વિશે જે તમે એક વખત બનાવીને આખો મહિનો સ્ટોર કરી શકો અને એક જ અઠવાડિયામાં ચમકદાર ત્વચા મેળવી શકો છો.
ઉબટન બનાવવા માટે જરૂરી સામગ્રી:
હળદર
મસૂર દાળ
લીલી મગની દાળ
ચોખા
કોફી
ખાંડ
ફટકડી
કેવી રીતે બનાવશો ઉબટન
જો તમે ત્વચાને કુદરતી રીતે નેચરલી અને સુંદર બનાવવી હોય તો આ ઉબટન એકવાર જરૂર ટ્રાય કરો. હળદર, મસૂર દાળ, લીલી મગની દાળ, ચોખા, કોફી, ખાંડ અને ફટકડી બધું સમાન પ્રમાણમાં લેવું. હવે આ તમામ સામગ્રીને તપેલા પર હળવી રીતે શેકો. જ્યારે થોડું શેકાઈ જાય, ત્યારે તેને મિક્સરમાં પીસી લો. પાવડર બને પછી તેમાં કોફી અને ખાંડ ઉમેરો અને ફટકડીનો નાનો ટુકડો મિક્સ કરો. હવે તમારો ઉબટન પાવડર તૈયાર છે. તમે આ પાવડરને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.
ઉપયોગ કેવી રીતે કરવો
જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે થોડો પાવડર લો અને તેમાં દહીં, દૂધ અથવા પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફેસ કે ત્વચા પર લગાવો અને 15-20 મિનિટ સુધી સુકાવા દો. જ્યારે ઉબટન સુકાઈ જાય ત્યારે હળવા હાથથી પાણીથી ધોઈ નાખો. આ રીતે તમારી ત્વચા સુંદર અને એકદમ સાફ દેખાશે. આ ઉબટન તમે અઠવાડિયામાં 1-2 વખત ઉપયોગ કરી શકો છો અને નેચરલી ચમક મેળવી શકો છો.