આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર અને બ્રાઇટ ત્વચા મેળવવા ઇચ્છે છે. તેને માટે કેટલાક લોકો ડૉક્ટરનો સહારો લે છે તો કેટલાક ઘરગથ્થુ ઉપાય અજમાવે છે. સાથે જ કેટલાક લોકો મોંઘા કેમિકલ પ્રોડક્ટ્સ પર નિર્ભર રહેતા જોવા મળે છે. જો તમે પણ એમાંથી એક છો અને કુદરતી રીતે, કોઈ સાઈડ ઇફેક્ટ વગર તમારી સ્કિનને સુંદર અને ગ્લોઇંગ બનાવવા માગો છો, તો ચાલો જાણીએ ઘરે સરળતાથી બનતી તુલસી અને એલોવેરાની ક્રીમ વિશે. જેને તમે દરરોજ લગાવીને સુંદર ત્વચા મેળવી શકો.


હોમમેડ ગ્લોઇંગ જેલ આ રીતે બનાવો

આ જેલ ક્રીમ બનાવવા માટે તમને થોડાં જ સામગ્રીની જરૂર પડશે. એલોવેરાનુ જેલ, કેસરનું પાણી, તુલસીના પાનનો રસ અને થોડુંક ગ્લિસરિન. હવે તમે આ બધું થોડું-થોડું લઈને એક વાટકીમાં મિક્ષ કરો. મિક્ષ કર્યા પછી તેને સારી રીતે જેલ જેવા મિશ્રણમાં બનાવી લો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઈ જાય, ત્યારે તેને તમારી ત્વચા પર લગાવો. ધ્યાન રાખો કે તમે તેને દરરોજ બે વાર લગાવો. આનાથી થોડાં જ દિવસોમાં તમારી ત્વચા સુંદર અને ગ્લોઇંગ બનશે. સાથે જ ચહેરા પર એક અલગ તેજ આવશે.

હોમમેડ ફેસ ક્રીમ જેલના ફાયદા

-ત્વચાને ઊંડાઈથી મોઈશ્ચરાઇઝ કરે છે.

-સ્કિનને નેચરલ ગ્લો અને બ્રાઇટનેસ આપે છે.

-પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બા ઘટાડવામાં મદદ કરે છે.

-ત્વચાને ઠંડક અને તાજગી આપે છે.

-વધતી ઉમરના લક્ષણો જેમ કે કરચલીઓ અને ડ્રાયનેસ ઘટાડે છે.

-સંપૂર્ણ કુદરતી હોવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી.

-સ્કિનને ગ્લોઇંગ બનાવવામાં પણ ખૂબ મદદરૂપ છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

આ પણ વાંચોઃ World Best Cuisines ફૂડમાં ભારત આગળ કે પાકિસ્તાન? જાણો પહેલા નંબરે કોણ?

જ્યારે ખોરાકની વાત આવે છે, ત્યારે આપણા દેશના દરેક પ્રદેશની પોતાની પરંપરાગત વાનગીઓ છે. રાજસ્થાનની દાલ


  • Follow us on: