વધતી ઉંમરની સાથે ચહેરા પર ઝીણી રેખાઓ, કરચલીઓ અને બેજાન ત્વચા દેખાવી એ એક સામાન્ય પ્રક્રિયા છે. પોતાની ત્વચાને હંમેશા જવાન અને ચમકદાર રાખવા માટે લોકો અવારનવાર મોંઘા ફેશિયલ, કેમિકલ પીલ્સ કે એન્ટી-એજિંગ સ્કીન કેર પ્રોડક્ટ્સનો સહારો લેતા હોય છે. પરંતુ આ બાહ્ય પ્રોડક્ટ્સ માત્ર થોડા સમય માટે જ અસર બતાવે છે. જો તમે ખરેખર 40 વર્ષની ઉંમરે પણ 25 વર્ષ જેવી યુથફુલ અને ગ્લોઇંગ સ્કીન મેળવવા માંગતા હોવ, તો તમારે શરીરને અંદરથી ડિટોક્સ કરવું પડશે. આ માટે 'આમળા અને ફુદીનાનો જ્યુસ' એક ઉત્તમ અને ખૂબ જ અસરકારક નેચરલ ડ્રિંક સાબિત થઈ શકે છે. વિટામિન-સી અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર આ જ્યુસ ત્વચાના કોષોને પુનર્જીવિત કરે છે, જેનાથી ચહેરાનો ગુલાબી નિખાર પાછો આવે છે.

પાવરફુલ એન્ટી-એજિંગ (કોલેજન બૂસ્ટર)

આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે, જે શરીરમાં કોલેજનના ઉત્પાદનને વધારે છે. કોલેજન ત્વચાની લવચીકતા જાળવી રાખે છે, જેનાથી ત્વચાનું ઢીલાપણું દૂર થાય છે અને કરચલીઓ ઓછી થાય છે. તેને કુદરતી એન્ટી-એજિંગ ડ્રિંક પણ કહેવામાં આવે છે.

નેચરલ સ્કીન ડિટોક્સ

ફુદીનામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. તે શરીર અને લોહીમાંથી ઝેરી તત્વો (ટોક્સિન્સ) ને બહાર કાઢવાનું કામ કરે છે. લોહી શુદ્ધ થવાને કારણે ચહેરા પર ખીલ, બળતરા અને ડાઘ-ધબ્બાની સમસ્યા મૂળમાંથી દૂર થઈ જાય છે.

પાચનમાં સુધારો અને પિગમેન્ટેશનથી મુક્તિ

આ જ્યુસના નિયમિત સેવનથી પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સ ઓછા થાય છે અને ત્વચાનો રંગ એકસમાન બને છે. વળી, ફુદીનો અને આમળા મળીને પાચનતંત્રને મજબૂત બનાવે છે. જ્યારે પેટ સાફ રહે છે, ત્યારે તેનો સીધો ગ્લો ચહેરા પર દેખાય છે.

જ્યુસ બનાવવાની સરળ રીત

આ હેલ્ધી ડ્રિંક બનાવવા માટે 2 થી 3 તાજા આમળા (બીજ વગરના ટુકડા), એક મુઠ્ઠી ધોયેલા ફુદીનાના પાન, અડધો ઈંચ આદુનો ટુકડો અને એક ગ્લાસ પાણી લો. આ બધી સામગ્રીને મિક્સરમાં સારી રીતે બ્લેન્ડ કરી લો. ત્યારબાદ તેને ગાળી લો અને સ્વાદ અનુસાર તેમાં એક ચપટી કાળું મીઠું અથવા એક ચમચી મધ ઉમેરી શકો છો. રોજ સવારે ખાલી પેટે આ જ્યુસ પીવાથી ત્વચામાં અદભુત બદલાવ જોવા મળશે.

આ પણ વાંચો:Makhana Recipes: આ 5 રીતે બનાવો સુપરફૂડ મખાના, નોંધી લો રેસિપી