એક રિપોર્ટ અનુસાર, સ્કેટબોર્ડ પર સવાર આ વાયરલ રમકડું 2023માં પોપ માર્ટમા સૌથી વધુ લોકપ્રિય બ્લાઇન્ડ બોક્સમાંથી એક છે. સૌથી વધુ ટ્રેન્ડી હોય તો એ છે લબૂબૂ ડોલ. બોલીવુડની હુસ્ન પરીઓ પણ હવે તેમના હાથમાં કે પર્સમાં લટકાવેલી જોવા મળે છે.

1 ડોલ લાખોમાં વેચાઇ
એક દુર્લભ લાબૂબૂ ડોલ (Labubu Doll) લગભગ રૂ. 9.15 લાખ ($10,500) ના ભાવમાં વેચાઈ હતી, જેને અત્યાર સુધીની સૌથી મોંઘી લાબૂબૂ ડોલ તરીકે માનવામાં આવે છે। આ ગ્રે-બ્રાઉન કલરની ડોલે "The Monsters" લખેલી બ્લૂ અને ઓરેન્જ કેપ પહેરેલી હતી અને સ્ટ્રીટવેઅર બ્રાન્ડ વાન્સ સાથે જોડાયેલી હતી। આ ડોલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઇબેય પર વેચાઈ હતી. એક રિપોર્ટ અનુસાર, સ્કેટબોર્ડ પર બેસેલી આ લાબૂબૂ ડોલ પોપ માર્ટના બ્લાઈન્ડ બોક્સ કલેક્શનનો ભાગ હતી અને પ્રથમ વખત 2023માં લોન્ચ કરવામાં આવી હતી.

125 ગણી કિંમત વધી
રસપ્રદ વાત એ છે કે જ્યારે આ ડોલ રિલીઝ થઈ હતી ત્યારે તેની રિટેઇલ કિંમત માત્ર રૂ. 7,400 ($85) હતી. પરંતુ જ્યારે લાબૂબૂ ઑનલાઇન ટ્રેન્ડમાં આવતી ગઈ, ત્યારે એ જ ડોલ રૂ. 9.15 લાખમાં વેચાઈ ગઈ એટલે કે તેની રિસેલ કિંમત મૂળ કિંમતથી 125 ગણી વધારે મળી છે.

લાબૂબૂ ડોલ છે શું?
સામાન્ય રીતે ટ્રેડિંગમાં રહેતી લાબૂબૂ ડોલ કોઇ સામાન્ય ડોલ નથી. તેની નાની આંખો, સ્મિત અને ડિફરન્ટ સ્ટાઇલમાં બનાવેલાં તેના ફેસે લોકોને દિવાના બનાવ્યા છે. ઘણા દેશોમાં દુકાનોમાં તેને લેવા માટે લોકો લાઇનોમાં પણ ઉભા રહેતા હોય છે. લાબૂબૂ ઢીંગલીઓને અભિનેત્રીઓ ફેશન એસેસરીઝ ગણે છે.

આ ડોલ્સને બનાવી અને પોતાના દમ પર અબજોની કમાણી કરી તે છે વાન નિંગ. વાંગ નિંગ પોપ માર્ટ ઈન્ટરનેશનલ ગૃપના ચેરમેન અને સીઈઓ છે. અમેરિકામાં વાન નિંગની કંપનીની લોકપ્રિયતા એટલી હદે ઝડપથી વધી કે એક જ દિવસમાં તેની સંપતિ એક જ દિવસમાં 1.6 અરબ ડોલર પહોંચી હતી. 
  • Follow us on: