ચોમાસામાં વરસાદની સાથે-સાથે જીવજંતુઓ પણ ઘરમાં પગપેસારો કરે છે. વરસાદી સિઝનમાં વંદા અને માકડીઓ જેવી વિવિધ પ્રકારના જંતુઓ જોવા મળે છે. વરસાદી પાણી સાથે ઘરમાં જોવા મળતાં આ જીવજંતુનો પ્રવેશ મહિલાઓની ચિંતા વધારે છે. ભેજવાળા વાતાવરણના કારણે આ પ્રકારના જંતુઓનો ઉપદ્રવ વધે છે. જો તમારા ઘરમાં પણ વંદા અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોય તો તમે તેને દૂર કરવા આ ઉપચાર અજમાવો.
વરસાદી સિઝનમાં બીમારીઓથી દૂર રહેવા ઘરને સ્વચ્છ અને આરોગ્ય સ્વસ્થ રાખવું જરૂરી છે. અમે તમને વરસાદમાં ઘરમાં પ્રવેશ કરતા આ જીવજંતુને દૂર કરવાના ઉપાય જણાવીશું. તમારા ઘરને સુરક્ષિત અને સ્વચ્છ રાખવામાં આ ઉપાય મદદરૂપ બનશે.













