વરસાદ હોય, ઉનાળો હોય કે શિયાળો, દરેક ઋતુમાં મુસાફરી કરવાની મજા આવે છે. જો તમે પણ કોઈ સુંદર અને શાંતિપૂર્ણ સ્થળે જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જેને તમે તમારી ટ્રિપ લિસ્ટમાં સામેલ કરી શકો છો.
ઘણા લોકો એવા છે જે રોજિંદા જીવનની દોડધામથી કંટાળી ગયા છે, તેથી હવે ટૂંકી સફરનું આયોજન કરવાનો સમય છે. ભારત એક એવો દેશ છે જ્યાં દરેક ઋતુમાં ફરવા માટે ઉત્તમ સ્થળો છે. ઉનાળો હોય, શિયાળો હોય કે વરસાદ હોય, અહીં કેટલાક પર્યટન સ્થળો છે જે દરેક ઋતુમાં પોતાની સુંદરતા અને શાંતિથી મનને મોહિત કરે છે. તો ચાલો જાણીએ તે હિલ સ્ટેશન વિશે જ્યાં તમે ખુશ પણ થશો અને તમારી સફર પણ યાદગાર રહેશે.
મૈસુર
મૈસુર એ કર્ણાટક રાજ્યનું એક ખૂબ જ સુંદર શહેર છે, જે તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને મોટાં મહેલો માટે ખૂબ જ પ્રખ્યાત છે.અહીંનો મૈસુર પેલેસ તેની ભવ્યતા અને ભવ્ય સ્થાપત્ય માટે લોકપ્રિય છે. અહીં કોઇ પણ સિઝનમાં જશો અદ્દભુત જ લાગશે.
ઉમેદ ભવન પેલેસ
રાજસ્થાનના જોધપુરમાં સ્થિત ઉમેદ ભવન પેલેસ. વિશ્વના સૌથી મોટાં ખાનગી રહેઠાણોમાંનો એક પેલેસ છે. આ મહેલ તેની શાહી ભવ્યતા અને ઐતિહાસિક મહત્વ માટે પ્રખ્યાત છે. જોધપુરનું સુખદ વાતાવરણ તેને દરેક ઋતુમાં જોવા યોગ્ય બનાવે છે.
લક્ષ્મી વિલાસ પેલેસ
ગુજરાતના વડોદરામાં આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ એક સુંદર અને લોકપ્રિય પર્યટન સ્થળ છે. તેની ભવ્યતા અને આસપાસની કુદરતી સુંદરતા કોઈપણ ઋતુમાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
લેક પેલેસ
ઉદયપુર, જે ભારતના સૌથી સુંદર શહેરોમાંનું એક છે, અહીંનો લેક પેલેસ એક સ્વપ્ન મહેલ છે, જે સંપૂર્ણપણે પાણીની વચ્ચે બનેલો છે. વરસાદની ઋતુમાં તો તે અતિ સુંદર દેખાય છે.
ફલકનુમા પેલેસ
હૈદરાબાદમાં આવેલો ફલકનુમા પેલેસ એક ભવ્યાતિ ભવ્યામહેલ છે. જે તેના શાહી વારસા માટે જાણીતો છે.આ મહેલનું વાતાવરણ અને ભવ્ય સજાવટ તમને ફરી એકવાર ઇતિહાસમાં લઈ જશે. તમે કોઈપણ ઋતુમાં અહીં મુલાકાત લઈ શકો છો.