વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે, અને દરેક વ્યક્તિ આ ખાસ દિવસે શ્રેષ્ઠ દેખાવા માંગે છે. પરંતુ કામના થાક અને ધૂળને કારણે, ચહેરાનો ગ્લો ઘણીવાર ઓછો થઈ જાય છે અને ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે. જો તમે પણ આ વેલેન્ટાઇન ડે પર તમારો ચહેરો ગુલાબ જેવો ચમકતો જોવા માંગો છો, તો મોંઘા પાર્લરમાં જવાની જરૂર નથી. 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીક શરૂ થઈ રહ્યું છે. ઇન્સન્ટ ગ્લો માટે ઘરેલુ ઉપાય વધુ અસરકારક રહેશે. ઘરે તમારી ત્વચાને સુંદર અને ચમકદાર બનાવી શકો છો.
નિસ્તેજ ચહેરામાં લાવશે ચમક આ ટીપ્સ
વેલેન્ટાઈન ડે પહેલા તમારી સુંદરતામાં નિખાર લાવવા આ ટિપ્સ અજમાવો. નિસ્તેજ ચહેરામાં ચમક લાવવા દિવસમાં ઓછામાં ઓછા બે વાર તમારા ચહેરાને પાણી અથવા ગુણવત્તાયુક્ત ફેસવોશથી સાફ કરો. શુષ્ક ત્વચા હોય તો કાચા દૂધ અને તૈલી ત્વચા હોય તો ચણાના લોટથી તમારા ચહેરાને ધોઈ શકો છો. આ પ્રથમ સ્ટેપ ત્વચા પર ધૂળ-રજકણ દૂર કરશે.
ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવો, ટેનિંગથી રક્ષણ મળશે
બીજા સ્ટેપમાં તમે ચહેરો ધોયા બાદ તરત કોઈ સારું ક્રિમ લગાવી લો. આ સમયમાં હવામાન મિશ્ર વાતાવરણ જોવા મળે છે. એટલે ચહેરો સ્વચ્છ કરી સારી ક્રીમ લગાવશો તો ત્વચામાં ભેજ જળવાશે. ચહેરા નરમ અને મુલાયમ થશે. ત્વચામાં રહેલ શુષ્કતાપણું દૂર કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. ત્વચાને ટેનિંગથી બચાવવા દિવસના આકરા તડકાથી દૂર રહો. દિવસ દરમિયાન તમારી ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ઘરની અંદર હોવ કે બહાર, હંમેશા સનસ્ક્રીન લગાવો. આ તમારી ત્વચાને કાળી થતી અટકાવે છે અને સૂર્યના નુકસાનથી બચાવે છે.
ચહેરાને કુદરતી સુંદરતા મળશે
તમારા ચહેરા પર ખરી ચમક ફક્ત અંદરથી સ્વસ્થ શરીરથી જ આવે છે. તેથી, દિવસભરમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાની આદત પાડો. પાણી પીવાથી શરીર ડિટોક્સ થશે. પાણી શરીરના ચયાપચયને સક્રિય કરશે. પાણી શરીરમાંથી અશુદ્ધિઓને બહાર કાઢે છે. શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર જતા તમારા ચહેરાને કુદરતી સુંદરતા મળશે.
આ પણ વાંચો : Valentine Day : હજી સુધી નથી વિચારી ગિફ્ટ? આ રહી બેસ્ટ ઓપ્શન્સ જે તમારા પાર્ટનરને કરી દેશે ઈમ્પ્રેસ!
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )