પ્રેમીઓ માટે અત્યારના સમય વધુ આનંદદાયક છે. વેલેન્ટાઇન ડે એ એવો દિવસ છે જ્યારે દરેક વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે પ્રેમની ઉજવણી કરવા માગે છે. વેલેન્ટાઈન વીકમાં આજે 9મી ફેબ્રુઆરીના દિવસે ચોકલેટ ડે મનાવવામાં આવે છે. સાંજના સમયમાં પાર્ટનર એકબીજાને ચોકલેટની ગિફ્ટ આપી આ ડેની ઉજવણી કરી શકે છે. જો તમે ઘરે હોવ અને જીવનસાથી માટે ચોકલેટ ડે પર કંઈ ખાસ બનાવવા માગો છો તો જરૂર આ ટિપ્સ તમને હેલ્પ કરશે. આ ચોકલેટ ડેને વધુ રંગીન બનાવવા આ ખાસ વાનગી ટ્રાય કરો.
ચોકલેટની સ્વાદિષ્ટ વાનગી બનાવો પાર્ટનરને ખુશ કરો
એવું કહેવાય છે કે સ્વાદિષ્ટ ભોજન એ મન સુધી પહોંચવાનો સરળ રસ્તો છે. કારણ કે જયારે આપણે સ્વાદિષ્ટ ભોજન ખાઈએ છીએ ત્યારે મન પણ પ્રફુલ્લિત થાય છે. વેલેન્ટાઈન વીકમાં તમે પાર્ટનરને સ્પેશિયલ ફિલ કરાવવા ઇચ્છો છો તો જાતે જ ચોકલેટની વાનગી બનાવો. ચોકલેટ ડેનું ખાસ અંદાજમાં સેલિબ્રેશન કરી આ દિવસને જીવનભર યાદગાર બનાવી શકશો. તમને ચોકલેટમાંથી બનતી આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની ટીપ્સ શેર કરીએ. તમે પાર્ટનરે ચોકલેટ ફ્રેન્ચ ટોસ્ટ બનાવી આશ્ચર્યચકિત કરો.
ચોકલેટ ફ્રેન્ચ ટોસ્ટ માટે સામગ્રી
મીઠાશ વગર વેલેન્ટાઇન ડે ઉજવવો અશક્ય છે. ચોકલેટ ફ્રેન્ચ ટોસ્ટ નાસ્તાને ખાસ બનાવવાની એક સરસ રીત છે. 4 ડાર્ક ચોકલેટ , 2 2 ચમચી કોકો પાવડર, કેસ્ટોર સુગર, દૂધ, વેનીલા એસેન્સ, ક્રીમ ચીઝ, 8 સફેદ બ્રેડના ટુકડા, 2 ચમચી માખણ, આઈસિંગ ખાંડ, ½ કપ ક્રીમ ચીઝ, મિશ્ર બેરી, ½ કપ દૂધ, ૧ ચમચી વેનીલા એસેન્સ
ચોકલેટ ફ્રેન્ચ ટોસ્ટ બનાવવાની રીત :
એક પહોળા બાઉલમાં કોકો પાવડર લો, તેમાં કેસ્ટોર સુગર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. દૂધ ઉમેરો અને એક સરળ મિશ્રણ બને ત્યાં સુધી હલાવો. પછી તેમાં વેનીલા એસેન્સ ઉમેરો અને સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી હલાવો. ચીઝ સ્પ્રેડ કરવા માટે, એક બાઉલમાં ક્રીમ ચીઝ લો, તેમાં કેસ્ટોર સુગર ઉમેરો અને હળવા અને ફ્લફી થાય ત્યાં સુધી મિક્સ કરો. ટોસ્ટ બનાવવા માટે, બધી બ્રેડ સ્લાઈસ પર થોડું ચીઝ સ્પ્રેડ ફેલાવો. 4 બ્રેડ સ્લાઈસ પર 1 ટેબલસ્પૂન છીણેલી ડાર્ક ચોકલેટ છાંટો અને બાકીના 4 બ્રેડ સ્લાઈસથી ઢાંકીને સેન્ડવીચ બનાવો. એક નોન-સ્ટીક છીછરા પેનમાં 2 ચમચી માખણ ગરમ કરી એક સેન્ડવીચ મૂકો અને મધ્યમ તાપ પર 2-3 મિનિટ સુધી કૂક કરી બીજી બાજુ પણ આ રીતે જ રાંધો. બાકીની સેન્ડવીચ પણ એ જ રીતે રાંધો. તૈયાર થઈ જાય એટલે બહાર કાઢી ઉપર આઈસિંગ સુગર છાંટો, ફુદીનાના ડાળીઓથી સજાવો અને મિક્સ બેરી સાથે પીરસો.
આ પણ વાંચો : Valentine's Day : દિલની વાત કહેવાનો દિવસ! જાણો વેલેન્ટાઇન ડેનો ઇતિહાસ અને તેનું મહત્વ