આજના સમયમાં વિટામિન B12 ની ઉણપ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો આ પોષક તત્વની કમી પૂરી કરવા માટે મોંઘી દવાઓ અને સપ્લીમેન્ટ્સનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય આહાર અને કેટલીક ખાસ શાકભાજીની મદદથી પણ શરીરના આ મહત્વપૂર્ણ વિટામિનના સ્તરને સુધારી શકાય છે?
વિટામિન B12 કેમ જરૂરી છે ?
વિટામિન B12 આપણા લિવર, બ્લડ સેલ્સ, નર્વસ સિસ્ટમ અને બોન મેરો (અસ્થિ મજ્જા) ની તંદુરસ્તી માટે અત્યંત આવશ્યક છે. શરીરમાં તેની ઉણપ થતાં જ રક્તકણો (Red Blood Cells) નું ઉત્પાદન ઘટી જાય છે, જેના કારણે:
- સતત થાક અને નબળાઈ અનુભવવી.
- શ્વાસ લેવામાં તકલીફ થવી.
- હાથ-પગમાં ખાલી ચડવી, ઝણઝણાટી થવી કે બળતરા થવી.
- શરીરનું સંતુલન જાળવવામાં મુશ્કેલી પડવી.
જો તમે પણ આવી સમસ્યાઓથી બચવા માંગો છો, તો તમારી રોજિંદી પ્લેટમાં નીચેની 5 શાકભાજીઓને અચૂક સ્થાન આપો:
પાલક (Spinach)
લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલક સર્વોત્તમ માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં ફોલેટ, આયર્ન અને ક્લોરોફિલ હોય છે, જે શરીરમાં નવા લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. આના સેવનથી શરીરનો થાક દૂર થાય છે અને એનર્જી લેવલ વધે છે. તમે પાલકનું શાક, સૂપ અથવા તેને દાળમાં ઉમેરીને ખાઈ શકો છો.
સરગવાના પાન (Moringa Leaves)
સરગવાની સિંગોની જેમ જ તેના પાન પણ ઔષધીય ગુણોનો ખજાનો છે. સરગવાના પાનના પાવડર કે તેના શાકમાં વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન અને ફોલેટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે શરીરમાં નબળાઈ દૂર કરવાની સાથે હિમોગ્લોબિન અને B12 ના સ્તરને સપોર્ટ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
બીટરૂટ (Beetroot)
જો તમે એનિમિયા (લોહીની ઉણપ) થી બચવા માંગતા હોવ તો બીટરૂટ ઉત્તમ વિકલ્પ છે. તેમાં ફોલેટ, મેંગેનીઝ અને નેચરલ નાઈટ્રેટ્સ હોય છે, જે બ્લડ સરક્યુલેશન સુધારે છે અને શારીરિક ક્ષમતા (Stamina) વધારે છે. વિટામિન B12 ની કમી સામે લડવામાં બીટનું સલાડ કે જ્યુસ ખૂબ ફાયદાકારક છે.
મેથીની ભાજી (Fenugreek Leaves)
શિયાળામાં કે નિયમિત રીતે મેથીની ભાજી ખાવી સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. મેથીમાં આયર્ન, ફોલેટ અને મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ હોય છે. તે માત્ર પાચનતંત્ર અને મેટાબોલિઝમને જ મજબૂત નથી કરતી, પણ શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરવામાં પણ મદદ કરે છે.
ગુવાર (Cluster Beans)
ગુવાર સિંગ (ક્લસ્ટર બીન્સ) ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સનો એક ઉત્તમ સોર્સ છે. આ શાકભાજી ખાવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે, પાચનક્રિયા સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે વિટામિન B12 ની ઉણપ ધરાવતા દર્દીઓ માટે એક પૌષ્ટિક આહાર છે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?
