વિન્ટરની સિઝનમાં ઠંડી હવાને કારણે સ્કિન ડ્રાય અને નિસ્તેજ થવા લાગે છે. મોશ્ચરાઇઝર લગાવવાથી થોડી રાહત તો મળે છે પરંતુ સાચી નમી તો શરીરની અંદરથી મળે છે. સારી વાત તો એ છે કે આપણા કિચનમાં જ એવા અનેક દેશી સુપરફુડ્સ હાજર છે જે ઠંડીની સિઝનમાં સ્કિનને સોફ્ટ, ગ્લોઇંગ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. બસ તેને તમે રોજ તમારાં ડાયેટમાં સામેલ કરવાની જરૂરત છે. આવો જાણીએ આ સુપરફુડ્સ વિશે જે ઠંડીમાં તમારી સ્કિનને અંદરથી પોષણ આપીને તેને સોફ્ટ અને ગ્લોઇંગ બનાવે છે.

પાલક

શિયાળામાં પાલક ત્વચા માટે કોઈ વરદાનથી ઓછું નથી. તેમાં આયરન, એન્ટીઓક્સીડન્ટ અને વિટામિન C હોય છે, જે રક્તપ્રવાહ સુધારે છે અને સ્કિનને પોષણ આપે છે. તમે પાલકનું સૂપ પી શકો છો, પાલક-પનીર બનાવીને ખાઈ શકો છો. આથી ચહેરા પર સ્વાભાવિક રીતે તેજ આવે છે.

ઘી

શિયાળામાં ગરમ-ગરમ ઘી ખાવાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને ત્વચા પણ નરમ રહે છે. ઘીમાં રહેલા હેલ્ધી ફેટ્સ ત્વચાની નમી જાળવવામાં મદદ કરે છે. ઠંડીના દિવસોમાં રોજ 1 ચમચી ઘી તમે રોટી પર લગાવીને, દાળમાં મિક્સ કરીને અથવા સવારની કોફીમાં ઉમેરીને લઈ શકો છો.

આમળા

આમળા શિયાળાનુ સુપરફ્રૂટ છે. વિટામિન C થી ભરપૂર આમળા ત્વચાને ટાઈટ રાખવામાં અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તમે તાજા આમળા ખાઈ શકો છો, તેનું જ્યુસ પી શકો છો અથવા તેની ચટણી બનાવીને ખાઈ શકો છો.

મોસંબી
ઠંડીમાં સુકા પવન સ્કિનને ડ્રાય અને નિસ્તેજ બનાવી દે છે. આવા સમયમાં મોસંબી સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. તે પાણીથી ભરપૂર હોય છે અને પેટ માટે હળવી પણ હોય છે. રોજ મોસંબીનો રસ પીવાથી સ્કિન હાઇડ્રેટ રહે છે અને પાચનમાં પણ સુધરો થાય છે.

બદામ
બદામમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે સ્કિનને અંદરથી સોફ્ટ અને હેલ્ધી બનાવે છે. રોજ 5–7 બદામ ખાવાની ટેવ પાડો. તમે તેને સ્નેક્સ તરીકે ખાઈ શકો છો અથવા બદામનું દૂધ અથવા બદામ બટર રૂપે પણ લઈ શકો છો.

  • Follow us on: