- સ્નોફોલની મજા માણવા જવુ નહી પડે કાશ્મીર
- સરળતાથી પહોંચી શકશો આ સ્થળ પર
- કપલ માટે છે બેસ્ટ ડેસ્ટિનેશન
કાશ્મીર એટલે સ્વર્ગ નગરી. કાશ્મીરમાં પહાડો અને કુદરતી વાતાવરણ તો પૂછવુ જ શું. વળી અહીં જ્યારે સ્નો ફોલ થાય ત્યારે કાશ્મીરની સુંદરતાને કેમેરામાં કંડારતા થાકીએ નહી. ત્યારે જો તમે હવે હિમવર્ષાનો આનંદ લેવા માગો છો તો તમારે કાશ્મીરમાં જવાની જરૂર નથી. તમે હવે ભારતમાં જ રહીને સ્નોફોલનો આનંદ મેળવી શકો છો. આ જગ્યા ક્યાં આવી છે અને કેવી રીતે અને કયા સમયે ત્યાં જશો આવો જાણીએ તે વિશે આ અહેવાલમાં.
કાશ્મીર જેવો થશે અનુભવ
આજે તમને એવી જગ્યા વિશે જણાવીશું કે ત્યાં જઇને તમે કાશ્મીર જેવી હિમવર્ષાનો આનંદ લઇ શકશો. આ જગ્યા છે ઉત્તરાખંડમાં આવેલુ ઔલી. આ એક સુંદર હિલ સ્ટેશન છે. જે હિમાલયની ગોદમાં આવેલું છે. અહીંનો નજારો જોઈને તમને ફરી ઘરે આવવાનું મન નહિ થાય. શિયાળાની ઋતુમાં અહીં ખતરનાક હિમવર્ષા થાય છે, તેથી લોકો અહીં સ્કીઇંગનો આનંદ માણે છે.
અદભૂત શાંતિનો થશે અહેસાસ
ઔલીને ભારતમાં સ્કીઇંગ માટેનું સૌથી લોકપ્રિય સ્થળ માનવામાં આવે છે. અહીં તમને સ્કીઇંગની ઘણી સુવિધાઓ મળશે. ઓલી એક શાંત અને શાંતિપૂર્ણ સ્થળ છે. અહીં તમે માનસિક શાંતિનો અનુભવ કરી શકો છો. મન એકદમ શાંત રહે છે. ઓલી પાસે ઘણા ટ્રેકિંગ રૂટ પણ છે, જ્યાં તમે હિમાલયની સુંદરતાનો આનંદ માણી શકો છો. આ સિવાય તમે અહીં પેરાગ્લાઈડિંગ, ઝિપલાઈનિંગ અને બીજી ઘણી રોમાંચક પ્રવૃત્તિઓ કરી શકો છો.
ઓલી કેવી રીતે પહોંચવું ?
જો તમે કપલ ટ્રિપ પર નીકળ્યા છો તો રાત્રે અહીં કેમ્પ કરી શકો છો. અહીંનુ વાતાવરણ અને શાંતિપૂર્ણ જગ્યા તમારા સફરને ખૂબ જ યાદગાર બનાવશે. ઔલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરથી માર્ચ માનવામાં આવે છે. જો તમારે અહીં ત્રણ-ચાર દિવસ રોકાવું હોય તો તમને ઔલીમાં ઘણી હોટલ અને રિસોર્ટ પણ છે. અહીં પહોંચવા માટે તમે દેહરાદૂનથી ટેક્સી અથવા બસનો સહારો લઈ શકો છો.









