• ઓફ શોલ્ડર ગાઉનની સાથે ઓપેરા ગ્લવ્સમાં દીપિકાનો જલવો
  • ગળા પરના 82°E લખેલા ટેટૂએ ખેંચ્યું દર્શકોનું ધ્યાન
  • ફંક્શન માટે Louis Vuitton બ્રાન્ડનો ડ્રેસ કર્યો પસંદ

ઓસ્કર 2023 માટે વિશ્વભરના કલાકારો આવ્યા છે, જ્યાં એસએસ રાજામૌલીના 'RRR' ગીત 'નાટુ નાટુ' ને બેસ્ટ ઓરિજિનલ ગીતનો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ દીપિકા પાદુકોણનું ડેબ્યૂ ભારતીયો માટે બેવડી ખુશી બની ગયું છે. બધાની નજર અભિનેત્રીની એન્ટ્રી અને લુક પર અટકેલી હતી. 95માં એકેડેમી એવોર્ડ રજૂ કરવા માટે હસીનાએ પોતાના માટે બ્લેક ગાઉન પસંદ કર્યો હતો, જેમાં તેનો લુક જોવા જેવો હતો. અહીં તેના ઓફ-શોલ્ડર ગાઉને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારે તેની ગરદન પરના ટેટૂના કારણે પણ એક્ટ્રેસ લાઈમલાઈટમાં રહી હતી.

દીપિકા પાદુકોણે ઓસ્કાર એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા માટે બ્લેક કલર પસંદ કર્યો હતો, જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણીએ આ સુંદર ડ્રેસ લક્ઝરી બ્રાન્ડ Louis Vuittonમાંથી પસંદ કર્યો છે, કારણ કે દીપિકા પોતે તેની બ્રાન્ડ એમ્બેસેડર છે અને વારંવાર તે તેનો પ્રચાર કરે છે. અભિનેત્રીએ પોતાની તસવીરો શેર કરતાની સાથે જ ફેન્સ તેના લુકના વખાણ કરતા થાકતા નથી.

 

ઓફ શોલ્ડર ગાઉનની સાથે પહેર્યા ઓપેરા ગ્લવ્સ 

દીપિકાએ આ ગોર્જિયસ બ્લેક ગાઉનને બનાવવામાં વેલવેટ ફેબ્રિકનો ઉપયોગ કરાયો હતો. તેમાં ઓફ શોલ્ડર પેટર્નની સાથે પ્લંજિંગ નેકલાઈનને પસંદ કરી હતી. ડ્રેસની સાથે હાફ સ્લીવ્સ હતી. તેનાથી એટેક કરીને તેણે ઓપેરા ગ્લવ્ઝ પહેર્યા હતા. દીપિકાના આ ગાઉન બસ્ટ અને વેસ્ટ એરિયા પર ફિટેડ હતા. તેમાં તેની કર્વિ ફિગર સારી રીતે ફ્લોન્ટ થતી હતી.

 

ઓસ્કરમાં મરમેડ લૂકમાં પહોંચી દીપિકા

આ ફિગર હગિંગ ફિટિંગના ગાઉનમાં સ્કર્ટ વાળા પાર્ટમાં મરમેડ પેટર્ન આપવામાં આવી હતી, તેમાં પ્લીટ્સ હતી જે તેના લૂકને વધારી રહી હતી. આ સાથે લૂકને કમ્પ્લીટ કરવા માટે દીપિકાએ ડાયમંડ નેકલેસ, સ્ટેટમેન્ટ રિંગ્સ અને બ્રેસલેટ પહેર્યા હતા. મેકઅપ માટે હેવી ફાઉન્ડેશન, વિંગ્ડ આઈલાઈનર, ન્યૂડ પિંક લિપ શેડ, સટલ આઈશેડો, કોહલ્ડ આઈઝની સાથે વાળને સેન્ટ પાર્ટેડ કરીને મેસી બનમાં સ્ટાઈલ કર્યા હતા.

ગળાના ટેટૂએ ખેંચ્યું ધ્યાન

મસ્તાનીના આલૂકની વચ્ચે ગળા પર બનેલા ટેટૂએ ધ્યાન ખેંચ્યું, આ કોઈ નોર્મલ ટેટૂ નહીં પણ દીપિકાએ બ્યૂટી બ્રેન્ડથી ઈન્સપાયર્ડ હતું. તેના ગળા પર 82°E લખેલું જોવા મળી રહ્યું હતું. તેણે તમામનું દિલ જીત્યું. તેમાં કોઈ શંકા નથી કે દીપિકાએ એકેડમી એવોર્ડ્સના રેડ કાર્પેટ પર ઓલ્ડ હોલીવૂડ ગ્લેમથી દરેકને વખાણ કરવા મજબૂર કર્યા હતા. 

  • Follow us on: