• ઉત્તરાખંડ નૌકુચિયાતલ તેના નવ ખૂણાવાળા તળાવ માટે જાણીતું
  • લીલાછમ પાઈન જંગલોનો સુંદર નજારો જોવા માટે રાનીખેત બેસ્ટ
  • ગાઢ શંકુદ્રુપ જંગલો અને લીલાછમ બગીચાઓ માટે મુક્તેશ્વર છે ખાસ

બાળકો હંમેશા મે-જૂન મહિનામાં રજાઓની રાહ જોતા હોય છે. આ તે સમય છે જ્યારે શાળાઓ અને કોલેજો બંધ હોય છે અને બાળકોની રજાઓ શરૂ થાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો આ સમયે ફેમિલી ટ્રીપ પર જતા હોય છે. જેનું આયોજન અગાઉથી શરૂ થઈ જાય છે. ઉનાળાની રજાઓ હોવાથી લોકો ઠંડી જગ્યાઓ પર જવાનું આયોજન કરે છે. જો તમે પણ આ વર્ષે કોઈ હિમવર્ષાવાળી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો, આ છે શ્રેષ્ઠ જગ્યાઓ.

મે-જૂન રજાઓ દરમિયાન મુલાકાત લેવાનું શ્રેષ્ઠ સ્થળ

કુફરી

દિલ્હીની ગરમીથી રાહત મેળવવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. આ હિલ સ્ટેશન તેના સુંદર દૃશ્યો અને રોમાંચક ટ્રેકિંગ રૂટ માટે પ્રખ્યાત છે. તમારા પરિવાર સાથે આ સુંદર સ્થળ બેસ્ટ છે.

કસૌલી

જો તમે દિલ્હીની આકરી ગરમી છોડીને હરિયાળીથી ઘેરાયેલા શાંતિપૂર્ણ હિલ સ્ટેશન પર જવા માંગતા હોવ તો કસૌલી જવાનો પ્લાન બનાવો. ઠંડો પવન અને સુંદર નજારો વચ્ચે આરામ કરવા માંગતા લોકો માટે આ યોગ્ય સ્થળ છે.

રાનીખેત

લીલાછમ પાઈન જંગલોનો સુંદર નજારો જોવા માટે રાનીખેતની મુલાકાત લો. ઉત્તરાખંડના કુમાઉ હિલ્સમાં આવેલું, આ હિલ સ્ટેશન બરફથી ઢંકાયેલ હિમાલયના શિખરો, ખાસ કરીને નંદા દેવીના આકર્ષક દૃશ્યો માટે પ્રખ્યાત છે.

નૌકુચિયાતલ

નૌકુચિયાતલ તેના નવ ખૂણાવાળા તળાવ માટે જાણીતું છે. ઉત્તરાખંડની પહાડીઓમાં આવેલું આ સ્થળ માત્ર તળાવ કિનારે મનોરંજન માટે જ નહીં પરંતુ બોટિંગ, માછીમારી અને પક્ષી નિહાળવા માટે પણ છે.

મુક્તેશ્વર

ઉત્તરાખંડની કુમાઉ પહાડીઓમાં આવેલું મુક્તેશ્વર જાજરમાન હિમાલયના સુંદર દૃશ્યો જોવા માટે શ્રેષ્ઠ છે. આ શાંત હિલ સ્ટેશન તેના ગાઢ શંકુદ્રુપ જંગલો અને લીલાછમ બગીચાઓ માટે પ્રખ્યાત છે. ઉનાળાની રજાઓમાં તમે તમારા પરિવાર સાથે અહીં જઈ શકો છો.

  • Follow us on: