• છોલેલું લસણ પ્લાસ્ટિક કે એર ટાઈટ બેગ કે કંટેનરમાં સ્ટોર કરો
  • આખું લસણ કોથળામાં એટલે કે કંતાનની બેગમાં સ્ટોર કરો
  • ગરમીના દિવસોમાં સુતરાઉ કપડામાં પોટલી બનાવીને સ્ટોર કરો

ભારતીય રસોઈમાં ખાસ કરીને લસણનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. કેટલાક લોકો તેને અવોઈડ કરે છે. પણ જો તમારા ઘરમાં તમે લસણનો ઉપયોગ કરો છો તો તે સ્વાદ વધારવાની સાથે સાથે ઔષધિય ગુણો માટે પણ ઉપયોગી છે. તેના સેવનથી હાર્ટની બીમારીઓનું જોખમ ઘટે છે. જો તમે તેને યોગ્ય રીતે સ્ટોર નહીં કરો તો તમારા રૂપિયા બર્બાદ થશે. તમે વધુ પ્રમાણમાં લસણ ખરીદીને લાવો છો તો જાણો રસોઈમાં તમે લસણને તાજું રાખવા માટે કેવી રીતે સ્ટોર કરશો.

કંતાનમાં સ્ટોર કરો લસણ

જો તમે વધારે પ્રમાણમાં લસણ ખરીદી લાવ્યા છો તો તમે તેને કોથળામાં એટલે કે કંતાનની બેગમાં સ્ટોર કરો. તે લસણ 1 વર્ષ સુધી સારું રહેશે. જૂટની બેગમાં હવાની અવરજવર રહે છે. તે લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે જરૂરી બને છે. તેની તાજગીને કાયમ રાખવા માટે બેગને ઘરની કોઈ એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ ઓછો આવે અને ઠંડક રહે.


સુતરાઉ કપડા કે બેગમાં સ્ટોર કરો

જો તમારી પાસે કંતાનની બેગ નથી તો તમે તેને સુતરાઉ કપડાની બેગમાં સ્ટોર કરી શકો છો. ગરમીના દિવસોમાં સુતરાઉ કપડા ઠંડક આપે છે અને તે સાથે તે હવાદાર હોય છે. લસણને સ્ટોર કરવા માટે તે યોગ્ય વિકલ્પ છે. જો તમે દુપટ્ટાનો ઉપયોગ કરો છો તો પહેલા 2-3 વાર ફોલ્ડ કરો અને તેમાં લસણની પોટલી બનાવી લો. તેને ઠંડી જગ્યાએ રાખી લો.


છોલેલું લસણ આ રીતે અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ

જો તમે જરૂર કરતા વધારે લસણની કળીને છોલી લીધી છે તો તેને સ્ટોર કરવા માટે ફ્રિઝ સૌથી સારી જગ્યા છે. છોલેલું લસણ પ્લાસ્ટિક કે એર ટાઈટ બેગ કે કંટેનરમાં સ્ટોર કરો અને અઠવાડિયા સુધી ફ્રેશ રાખી શકશો. 

  • Follow us on: