- બ્રેકફાસ્ટને માટે બનશે બેસ્ટ ઓપ્શન
- મરચા અને ચટણી સાથે વધી જાય છે ગાંઠિયાની મજા
- એરટાઈટ ડબ્બામાં અઠવાડિયા સુધી કરી શકાશે સ્ટોર
વાર તહેવાર હોય કે રજાની મજા માણવી હોય. ગુજરાતીઓ ખાણી પીણીમાં ક્યાંય પાછા ન પડે. જમ્યા પછી પણ જો ગરમા ગરમ નાસ્તો મળે તો ગુજરાતીઓ પાછા ન પડે. આ બાબત કેટલાક ખાસ ગુજરાતી નાસ્તા માટે લાગુ પડે છે. તેમાંય જો ગુજરાતીઓને ગાંઠિયા અને ચટણી સાથે મરચા મળી જાય તો તેમને જલસા જ જલસા. તો જો તમે પણ રજાને ખાસ બનાવવા ઈચ્છો છો તો તમે બહારથી ગાંઠિયા લાવવાના બદલે તેને ઘરે બનાવી શકો છો. આ ગાંઠિયાને તમે અઠવાડિયા સુધી એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. સવારમાં ચા સાથે પણ તમે આ નાસ્તાની મજા માણી શકો છો. કહેવાય છેને કે નાની-નાની, કસમયની ભૂખ સંતોષવા માટે આ બેસ્ટ ઓપ્શન છે.
ગાંઠિયા










