• રંગોળીમાં કલર ભરવા પેપર કોનનો કરો ઉપયોગ
  • કાંટો, કાંસકો, રંગોળીની ડિઝાઈન બનાવવામાં કરશે મદદ
  • ઈયરબર્ડ, ચોક, ચાળણી મદદથી બનાવો સુંદર રંગોળીની ડિઝાઈન

પ્રકાશનું પર્વ દિવાળી આવવામાં થોડા દિવસો બાકી છે આ સમયે ઘરના મુખ્ય દ્વારે કે આંગણામાં અલગ અલગ રંગને મિક્સ કરીને ફૂલની મદદથી રંગોળી બનાવાય છે. દિવાળી પર રંગોળી બનાવવાની પ્રથા ઘણી જૂની છે. ખાસ કરીને ભારતમાં તેને બનાવવાની પરંપરા પણ છે. માન્યતા છે કે આ દિવસે ઘરમાં માતા લક્ષ્મી આવે છે. તેમના સ્વાગત માટે ઘર સજાવવામાં આવે છે. કેટલાક લોકોની સાથે સમસ્યા રહે છે કે રંગોળીની ડિઝાઈન્સ પસંદ આવતી નથી. તેના કારણે તેમને રંગોળી બનાવવામાં સમય લાગે છે. પરંતુ આજે અમે એવી સરળ ડિઝાઈન્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે સુંદર રંગોળી બનાવી શકો છો.

યોગ્ય ડિઝાઈનની પસંદગી

જો તમે પહેલીવાર રંગોળી બનાવવા જઈ રહ્યા છો તો યોગ્ય ડિઝાઈનની પસંદગી કરો. ખાસ કરીને તમે એવી ડિઝાઈન કરો જેમાં રંગ ભરવાનું સરળ બને છે.

ચમચી

ચમચીની મદદથી તમે રંગોળી બનાવી શકો છો. આ પહેલા સૌથી પહેલા રંગની પસંદગી કરો અને બેસ વ્હાઈટ રહેવા દો. આ પછી અલગ અલગ રંગોથી બનેલા ડોટ્સ ફર્શ પર બનાવો. હવે ચમચીની મદદથી પાંદડાની ડિઝાઈન બનાવો. તમે ઈચ્છો તો પરફેક્ટ રાઉન્ડ શેપ માટે સ્ટીલની પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો.

ગળણી

આજકાલ અલગ અલગ રંગોથી બેસ બનાવીને તૈયાર કરાયેલી રંગોળી ચલણમાં છે. લોકો રંગોળી બનાવતા પહેલા એક સેન્ટર બનાવે છે અને તેમાં સફેદ કે અન્ય રંગથી ડિઝાઈન બનાવે છે. એવામાં તમે લોટ ચાળવાની ગળણીની મદદથી એક સેન્ટર બનાવો. આ ગળણીમાં તમે મનપસંદનો કોઈ પણ કલર ભરી શકો છો. એક સુંદર સેન્ટર તૈયાર કરો. આ પછી ચાની ગળણીમાં રંગ ભરો અને તેનાથી તેનું સર્કલ બનાવો. તમે ગળણીની મદદથી સુંદર રંગોળી ડિઝાઈન બનાવી શકો છો. આ રીતે રંગોળીમાં કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખવાનું જરૂરી હોય છે. ભલે રંગોળી પરફેક્ટ બને પણ રંગોનું કોમ્બિનેશન સારું નહીં હોય તો તે સારી નહીં લાગે.

ઈયરબર્ડ

દિવાળી પર સુંદર અને શાનદાર રંગોળી બનાવવા માટે તમે ચમચીની જેમ ઈયરબર્ડસનો પણ ઉપયોગ કરી શકો છો. તેની મદદથી તમે સારી સારી ડિઝાઈન્સ તૈયાર કરી શકો છો. આ માટે સૌથી પહેલા અલગ અલગ રંગના મોટા ડોટ્સ બનાવો. આ પછી ઈયરબર્ડની મદદથી તમે પાનની ડિઝાઈન બનાવી લો. ધ્યાન રાખો કે ડોટ્સ એક જ સાઈઝના હોય.

ચોક

તમે ડાયરેક્ટ રંગોળી બનાવો છો તો ડિઝાઈનમાં કંઈક ને કંઈક વાંકુ ચૂંકું થાય છે એવામાં તેમાં સમય પણ લાગે છે. આ માટે મનપસંદની કોઈ ડિઝાઈન ચોકની મદદથી પણ ફર્શ પર બનાવી શકો છો. તેમાં રંગ ભરો. જેથી તમારી ડિઝાઈન સુંદર દેખાશે.

કાંસકો કે ફોર્ક

કોઈ પણ ડિઝાઈનમાં બારીક લાઈન્સ બનાવવા માટે તમે કાંસકો, ટૂથપિક કે કાંટો યૂઝ કરી શકો છો.

પેપર કોનની લો મદદ

મોટાભાગે રંગોળીની ડિઝાઈનમાં હાથથી રંગ ભરવામાં આવે છે. એવામાં અનેકવાર રંગ ફેલાઈ જાય છે. તેનાથી બચવા માટે પેપર કોનનો ઉપયોગ રંગ ભરવા માટે કરી શકાય છે.  

  • Follow us on: