રોજિંદા જીવનમાં આપણે ઘણું આચર કૂચર ખાતા હોઈએ છીએ. તેવામાં હેલ્દી આહાર મળી જાચ તો હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક ગણી શકાય. તેવામાં આપણે વાત કરીએ એક હેલ્દી સલાડની જે છે ખાવામાં ખૂબ જ શ્રેષ્ઠ છે. ચણા પનીર સલાડ. પનીર અને ચણા બંને પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. પનીર અને ચણા બંને ઝડપથી વજન ઘટાડવામાં મદદરુપ થાય છે. તો જાણીએ પનીર અને ચણાનું સલાડ બનાવવાની રેસીપી



જો તમે આહારમાં પર ખૂબ જ ધ્યાન આપતા હો તો અને સમજી-વિચારીને ખાઓ છો તો આ સલાડ આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે પ્રોટીનથી ભરપૂર હેલ્ધી પનીરને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. અમે તમારા માટે પનીર અને બાફેલા ચણાનું સલાડ બનાવવાની રેસીપી લાવ્યા છીએ. પનીર અને ચણા બંને પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. પનીર અને ચણા બંને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. જાણીએ પનીર અને ચણાનું સલાડ બનાવવાની રીત.

ચણા અને પનીર સલાડ માટેની સામગ્રી

સૌ પ્રથમ તો 2 કપ સમારેલું પનીર લો અડધો કપ બાફેલા ચણા, અડધો કપ કાળા મરી પાવડર. ત્યારબાદ 1/4 ચમચી સંચળ લો. 1/2 ચમચી ચાટ મસાલો. 1/4 ચમચી લીંબુનો રસ. 1 ચમચી સ્વાદ અને જરૂરિયાત મુજબ સમારેલી લીલી ડુંગળી

ચણા અને પનીર સલાડ કેવી રીતે બનાવવું

સૌથી પહેલા દરેક સામગ્રીની તૈયારી કરી લો

1: પ્રોટીનથી ભરપૂર ચણા અને પનીરનું સલાડ બનાવવા માટે, પહેલા ચણાને આખી રાત પલાળી રાખો. હવે ગેસ ચાલુ કરો અને ચણાને ઉકાળી લો. ત્રણ સીટી વાગે પછી ગેસ બંધ કરી દો. બાફેલા ચણાને એક કાણાવાળા વાસણમાં લઇ બધુ પાણી તારવી લો. અને ચણા ઠંડા કરી લો.

2: હવે તે જ બાઉલમાં પનીરના સમારેલા ટુકડા મૂકો. જો તમને તળેલું પનીર ગમે છે તો તે ઉમેરો અથવા તો શેકેલુ પનીર લો. પછી તેમાં સંચળનો પાવડર ઉમેરો પછી કાળું મીઠું અને ચાટ મસાલો પણ નાંખી શકો છો અને તેને સારી રીતે મિક્સ કરી દો.

3: ત્યારબાદ આ તૈયાર કરેલા સલાડમાં થોડુ લીંબુનો રસ ઉમેરો અને તેને મિક્સ કરી દો. પછી સ્વાદ મુજબ સમારેલી લીલી ડુંગળી ઉમેરો. હવે તમારું સ્વસ્થ પનીર ચણા સલાડ તૈયાર છે. સલાડમાં ઉપરથી કોથમીર ઉમેરીને તેને સર્વ કરો.



Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના ડૉકટરની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

  • Follow us on: