દેશભરમાં મકરસંક્રાતિના તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તે઼વામાં લોહરીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવમાં આવે છે. 13 જાન્યુઆરીએ આ તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર શીખ સમુદાયના લોકો માટે બહુ ખાસ હોય છે. આ દિવસે ઘરોમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનાવવામાં અને ખાવામાં આવે છે. પંજાબના પ્રખ્યાત મીઠાઈ પિન્ની બનાવવામાં આવે છે. તો જાણીએ તેની ઘરે બનાવવાની સરળ રીત
દેશમાં લોહરીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. આ તહેવાર ૧૩ જાન્યુઆરીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. શીખ સમુદાયના લોકો માટે લોહરીનો આ તહેવાર ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે લોકો ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે.
આ તહેવારમાં ગોળ, સૂકા ફળો, ચીક્કી, મગફળી અને લોટમાંથી બનેલી ઘણી ગરમાગરમ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે અને પછી ઉત્સાહપૂર્વક તેને ખાવામાં આવે છે. આવી જ એક વસ્તુ છે પિન્નિ જે આ પ્રસંગે ખૂબ બનાવવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે તે સ્વીસ્થય માટે ફાયદા કારક છે. તો ચાલો જાણીએ કે પંજાબી સ્ટાઇલની પિન્ની બનાવવાની રીત
પંજાબી પિન્ની બનાવવા માટેની સામગ્રી:
ઘઉંનો લોટ, ગુંદ, ખાંડ, ઘી, બદામ, કાજુ, સૂકું નારિયેળ.
પંજાબી પિન્ની કેવી રીતે બનાવવી
1: સૌ પ્રથમ તો કઢાઈને ગરમ કરો ત્યાર પછી તેમાં ઘી ઉમેરો. હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરો અને તેને શેકાવા દો આ પછી, બદામ, કાજુ અને સૂકા નારિયેળને એક પછી એક શેકી લો અનેપછી તેને ઠંડુ પડવા બાજુ પર રાખો.
2: હવે એક બાઉલમાં શેકેલો લોટ લઈ લો અને બધું સારી રીતે મિક્સ કરો. પછી તેમાં ખાંડનો પાવડર ઉમેરો અને સારી રીતે મિક્ષ કરી દો જો તમને તે ખૂબ જ સૂકું લાગે તો તેમાં ઘી ઉમેરો અને પછી તેને સારી રીતે મિક્સ કરો. આ પછી, તમારા હાથ પર થોડુ ઘી લગાવો અને તેમાંથી નાના લાડુ બનાવી દો.
3: આ પિનીઓને એક વાટકામાં રાખો અને પછી આરામથી બેસીને ખાઓ. આ પિની લાંબા સમય સારુ રહે છે અને બનાવવામાં એટલી સરળ છે કે તમે તેને ગમે ત્યારે તેને ઘરે જ બનાવી તેના સ્વાદનો આનંદ માણી શકો છો. તમે આજ સુધી પંજાબી પિન્નિ નથી ખાધા તો તેને ઘરે બનાવો અને ઉત્સાહથી તેને ખાઓ આજે બનીવી તેને ખાઓ