રોજિંદા જીવનમાં ઘણા લોકો પોતાના આહાર પર ધ્યાન આપતા હોય છે. એ શાકભાજી હોય, સૂકામેવા હોય, ફળો હોય કે પછી અથાણા હોય દરેકને પોતાની એક જીવનશૈલીમાં જીવવાની એક મેથર્ડ હોય છે. જો તમે અથાણા ખાવાના શોખીન છો તમને તમારા આહારમાં રોજ જમવામાં અથાણુ જોઈએ છે તો તમારે સ્ટફ્ડ લાલ મરચાનુ અથાણુ એક વાર બનાવવુ જોઈએ. જાણીએ સરળ રીત
અથાણુ તમારા ખાવાનો સ્વાદ બદલી નાખે છે જો તમને સાઈડ ડિશ તરીકે અથાણું ખાવુ પસંદ છે તો તમારે સ્ટફ્ડ લાલ મરચાનુ અથાણું બનાવીને મુકી દો, આ દિવસોમાં બજારમાં અથણાવાળા લાલ મરચા ખૂબ જ પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. તેનો સ્વાદ એટલો અદ્દભૂત છે કે તમે એકવાસ જો સ્ટફ્ડ લાલ મરચાનુ અથાણુ ચાખસો તો તમે બીજા કોઈ અથાણા તમને ગમશે નહી, જાણીએ તેની રેસીપી
લાલ મરચાના અથાણા બનાવવાની સામગ્રી
સૌ પ્રથમ લાલ મરચા 25 ગ્રામ, સરસવનુ તેલ 1 કપ, લીંબુ 2,સ્વાદ અનુસાર મીઠુ, કાળા સરસવના દાણા 4 ચમચી, વરિયાળી 2 ચમચી, મેથીના દાણા બે ચમચી, જીરું 2 ચમચી, કાળા મરી 1 ચમચી, અજમો 1 ચમચી, કાળુ મીઠુ 1 ચમચી, હળદર પાવડર એક ચમચી, હીંગ 2 ચપટી
લાલ મરચાનુ અથાણું બનાવવાની રીત
સૌથી પહેલા લાલ મરચા લેવા અને ચોખ્ખા પાણીથી ધોઈ 2-3 કલાક સુધી તડકામાં સુકાવા મુકી દો.જ્યારે મરચા સુકાઈ જાય પછી તેના બીજ કાઢી લો. મરચાને સીધા ચીરીને વચ્ચેથી તેનો પલ્પ કાઢીને અલગ કરો બધા જ મરચાને તે રીતે તૈયાર કરો.
એક પેનને ગરમ કરો અને તેમાં વરિયાળી, મેથીના દાણા, જીરું, અજમો, કાળ મરી શેકી બધા ગરમ મસાલા શેકી લો. મસાલાઓને 2 મિનિટ સુધી ધીમા તાપે શેકો, હવે ગેસ બંધ કરીને તેને ઠંડુ કરવા મુકી દો, અથાણામાં ઉમેરવા માટે તેલ લો અને તેને સારી રીતે ગરમ કરો, તેલમાં ધુમાડો આવવા લાગે અટલે ગેસ બંધ કરી લેવો અને તેલને ઠંડુ થવા દો. આખા મસાલા ઠંડા થઈ જાય તો તેમાં સાદું મીઠું ઉમેરી લો પથી બધા જ મસાલાને મિક્ષરમાં પીસી લો પીસેલા મસાલાને એક પ્લેટમાં મુકો
હવે, કાળા સરસવના દાણને અલગથી બારીક પીસી લો અને પીસેલા મસાલા પર ઉમેરો, બાકીના મસાલા જેમકે કાળુ મીઠું, હળદર પાવડર, હીંગ, લીંબુનો સર ઉમેરો, પેનમાંથી 2 ચમચી તેલ લઈને અથાણામાં મિક્ષ કરો, અથાણાના મસાલામાં મરચાના બીજ ઉમેરો.
મરચામાં મસાલાનો મિક્ષણ ભરી દો, ભરેલા મરચાને એક પ્લેટમાં મુકો, તેલને એક બાઉલમાં કાઢી દો. દરેક મરચાને તેલમાં ડુબાડીને તેમાંથી કાઢી એક અલગ બાઉવમાં મુકો મરચાંના અથાણાથી બરણીને ભરી દો. બાકીના મસાલા મરચા પર રેડો, તેલ ઉમેરો બરણીનું ઢાંકણ બંધ કરી તેને 3-4 દિવસ કે તેથી વધુ સમય માટે તડકામાં, કબાટમાં મુકી પછી તે તૈયાર થઈ જશે થોડા દિવસો પછી તમે અથાણાના સ્વાદની મજા માણી શકશો.