- રિવરરાફ્ટિંગ કરવાની છે કંઇક અલગ જ મજા
- રિવરરાફ્ટિંગ માટે બેસ્ટ પ્લેસ છે બિજનૌર
- હવેથી બિજનૌરમાં પણ રિવરરાફ્ટિંગની શરૂઆત
સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઇવિંગ, રિવર રાફ્ટિંગ, પેરાસૈલિંગ જેવી એક્ટિવીટી કરવાની મજા પડે છે. પરંતુ આ એક્ટિવિટી બધી જ જગ્યાએ થતી નથી. જેમ કે ઋષિકેશમાં રિવરરાફ્ટિંગ થાય છે. આ સિવાય અંદામાન નિકોબારમાં તમે સ્કૂબા ડાઇવિંગ કરી શકો છો. ત્યારે જો તમે રિવરરાફ્ટિંગ કરવા માગતો હોવ તો ઋષિકેશ જવાની જરૂર નથી. યુપીની એક સુંદર જગ્યા છે જ્યાં તમે રિવરરાફ્ટિંગ કરી શકશો.
યુપી વાસીઓને રાહત
જો તમે ઉત્તર પ્રદેશના છો અથવા યુપી રાજ્યની આસપાસ રહો છો, તો હવે તમારે રિવર રાફ્ટિંગ માટે દૂર જવાની જરૂર નથી. ઓછા સમયમાં મુસાફરી કરી શકશે અને અહીં રાફ્ટિંગ માટે આવી શકશે.. તમે તમારી રીતે જે પ્લેસ નજીક પડે તે જોઇ શકો છો. પરંતુ આજે વાત કરીએ યુપીમાં શરૂ થયેલા રિવરરાફ્ટિંગ વિશે.
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં રાફ્ટિંગ
ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાની કાલાગઢ રામગંગા નદીમાં રિવર રાફ્ટિંગની શરૂઆત થઇ ગઇ છે. યુપીના લોકોને અને તેની આસપાસ રહેતા લોકોને આનો ઘણો ફાયદો થશે. હવે તમારે રિવર રાફ્ટિંગ માટે દૂર સુધી જવું નહીં પડે અને તમે કોઈપણ મુશ્કેલી વિના રાફ્ટિંગની મજા માણી શકો છો.
પરિવાર સાથે માણી શકો છો આનંદ
જો તમે અયોધ્યા, અલ્હાબાદ અથવા લખનૌ જેવી જગ્યાઓ પર જવાના છો, તો તમે ફિવર રાફ્ટિંગ માટે બિજનૌર જઈ શકો છો. અહીં તમે પરિવાર કે મિત્રો સાથે આનંદ માણી શકો છો. એટલું જ નહીં, જો તમે હમણાં જ લગ્ન કર્યા છે, તો પણ તમે તમારા પાર્ટનર સાથે આનંદ માણવા અહીં આવી શકો છો. જો તમે તમારો જન્મદિવસ અથવા વર્ષગાંઠ અથવા આવો કોઈ ખાસ દિવસ ક્યાંક સરસ રીતે પસાર કરવા માંગો છો, તો બિજનૌર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે અહીં તમે તમારા દિવસને યાદગાર બનાવી શકો છો અને તમારા મિત્રો અથવા પરિવાર સાથે તેનો આનંદ લઈ શકો છો.
સુરક્ષા જરૂરી
રિવર રાફ્ટિંગ દરમિયાન એક સમયે માત્ર આઠ લોકો જ રાફ્ટિંગનો આનંદ માણી શકે છે. આ માટે તમારી સાથે એક માર્ગદર્શક હાજર રહેશે, જે તમને તમામ સૂચનાઓ વિશે જણાવશે અને તમને રાફ્ટિંગ કરતા પહેલા જેકેટ અને હેલ્મેટ પહેરાવશે. એટલું જ નહીં, તમારી સુરક્ષા માટે ગાઈડ તૈનાત કરવામાં આવશે. આ સિવાય તમારે પોતાની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડશે.
કેટલો થાય છે ખર્ચ
મળતી માહિતી અનુસાર જો તમે 4 કિલોમીટર સુધી રાફ્ટિંગ કરો છો, તો તમારે આ માટે 300 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે તમે 9 કિલોમીટર રાફ્ટિંગ કરો છો તો તમારે તેના માટે 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. રાફ્ટિંગ માટે અહીં 9 ટીમો તૈનાત કરવામાં આવી છે. અહીં પહોંચવા માટે તમે ટ્રેન, ખાનગી બસ, ટેક્સી અથવા તો તમારી પોતાની કાર દ્વારા જઈ શકો છો.