• ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવો
  • માથાને ટોપી, સ્કાર્ફ કે દુપટ્ટાથી ઢાંકીને રાખો
  • તળેલા ખોરાક ઓછા લો અને લિક્વિડનું વધારે સેવન કરો

હવે ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આવનારા દિવસોમાં સૂર્ય એટલો પ્રબળ બની જશે કે તમારા માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં, જો તમારે બહાર કામ કરવું હોય, તો તમારે હવે બચાવ કાર્ય કરવું જોઈએ. જેથી તમે આ ઉનાળામાં બીમાર ન થાઓ. તેથી, ગરમીથી પોતાને બચાવવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો.  

કાળઝાળ ગરમીમાં ઘરની બહાર નીકળતા પહેલા કેટલીક સાવચેતીઓ અપનાવીને તમે તમારી જાતને બીમારીઓથી બચાવી શકો છો.

પાણીનું સેવન

ઉનાળામાં વધુ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે અને વાયરસ અને બેક્ટેરિયાને બહાર કાઢવામાં મદદ કરે છે.

સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ

જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે સનસ્ક્રીન ક્રીમ લગાવો. તે તમારી ત્વચાને ગરમીથી બચાવે છે અને સૂર્યના હાનિકારક કિરણોત્સર્ગથી પણ રક્ષણ પૂરું પાડે છે.

સૂર્ય રક્ષણ

વધુ પડતા સૂર્યપ્રકાશમાં ન રહો અને તડકામાં જતા પહેલા તમારી ત્વચાને યોગ્ય કપડાંથી સુરક્ષિત કરો.

હળવા કપડાં પહેરો

હળવા રંગના કપડાં પહેરો જે ઉનાળામાં આરામ આપે. જેમકે બ્લેક કલર ટાળવો. તેનાથી તમને વધારે ગરમી થશે. આછા અને સફેદ કપડાંને પ્રાયોરિટી આપો.

આહાર પર ધ્યાન આપો

ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે વધુ ફળો અને શાકભાજીનું સેવન કરો. ઉનાળામાં તળેલા ખોરાક, મીઠાઈઓ અને વધારાની ચા-કોફીને બદલે ઠંડુ પાણી, નારિયેળ પાણી અને જ્યુસ પીવાનો પ્રયાસ કરો.

સ્વચ્છતાનું રાખો ધ્યાન

કોઈપણ જગ્યાએ જતા પહેલા ત્યાંની સ્વચ્છતાનું ધ્યાન રાખો. જ્યારે પણ તમે બહારનો ખોરાક લો છો, ત્યારે તે સ્વચ્છ અને સુરક્ષિત હોય તે મહત્વનું છે.

જો તમે આ સાવચેતીઓનું પાલન કરી લેશો તો તમે ભારે ગરમીમાં પણ સ્વસ્થ અને સુરક્ષિત રહી શકો છો.

  • Follow us on: