- શરીરને હાઈડ્રેટ રાખવામાં કરશે મદદ
- ઈમ્યુનિટી બૂસ્ટરનું કરશે કામ
- હાર્ટને સ્વસ્થ રાખવામાં પણ અસરકારક
ગરમીની સીઝન આવતા જ જ્યૂસ અને ટેસ્ટી ફળને ખાવાનો અવસર મળી જાય છે. ખાસ કરીને તરબૂચ એક એવું ફળ છે જેને ખાવાથી ગરમીમાં તમને અનેક ફાયદા મળે છે. સીઝનમાં તાજા ફળ ખાવાથી પોષણ અને એન્ટીઓક્સીડન્ટ્સ પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. હવે ઉનાળાની સીઝન શરૂ થઈ છે ત્યારે તાજગીભર્યું તરબૂચ સરળતાથી મળી રહે છે. તો તમે પણ તેનું સેવન કરી શકો છો.
રસથી ભરપૂર હોવાની સાથે જાણો અન્ય ફાયદા
તરબૂચ પાણીથી ભરપૂર ફ્રૂટ છે. તે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આવનારા સમયમાં તે જરૂરી રહેશે. ઉનાળામાં શરીરને પાણીની વધારે જરૂર રહે છે. તમે નાસ્તા અને બપોરના ભોજનની વચ્ચે તેને ઉપયોગમાં લઈ શકો છો. આ સિવાય સાંજના સમયે પણ તમે ઠંડું કરેલું તરબૂચ ખાઈ શકો છો. રાતે તરબૂચ ન ખાવું. તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.
ઈમ્યુનિટી કરશે બૂસ્ટ
તરબૂચમાં વિટામિન સી પૂરતા પ્રમાણમાં હોય છે જે ઈમ્યુનિટીને બૂસ્ટ કરે છે. તેમાં વિટામિન એ અને બીટા કેરોટીનનું સ્તર વાળ અને સ્કીનને સારા રાખે છે. આ સિવાય કોઈ પણ પ્રકારની બળતરાથી રાહત માટે તરબૂચ મદદ કરી શકે છે.
વજન ઘટાડવામાં કરશે મદદ
કેટલાક લોકોને કન્ફ્યુઝન રહે છે કે તરબૂચ ગળ્યું હોય છે અને તેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. કેટલાક સંશોધનથી ખ્યાલ આવ્યો છે કે 100 ગ્રામ તરબૂચમાં ફક્ત 6.2 ગ્રામ ખાંડ હોય છે. કેલેરી પણ ઓછી હોય છે. તેથી તે તમારા વજન પર અસર કરશે નહીં.
હાર્ટનું સ્વાસ્થ્ય સુધારવામાં કરશે મદદ
તરબૂચમા અનેક પોષક તત્વો છે જે હાર્ટને સ્વસ્થ રાખે છે. તેમાં લાઈકોપીન હોય છે જે કોલેસ્ટ્રોલને ઘટાડવાનું અને સાથે બ્લડ પ્રેશરને કાયમ રાખવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં એમિનો એસિડ સિટ્રૂલાઈન, નાઈટ્રિક ઓક્સાઈડ હોય છે જે શુગરને અચાનક વધવાથી રોકે છે.
આંખની રોશની માટે ફાયદારૂપ
લાઈકોપીન તમારી આંખની રોશની માટે સારું છે. મળતી માહિતી અનુસાર લાઈકોપીન એન્ટીઓક્સીડન્ટ્સ અને બળતરા રોધક છે.
દાંત રાખશે સારા
તરબૂચ વિટામિન સીથી ભરપૂર હોય છે. જે તમારા પેઢાને સ્વસ્થ રાખે છે. તે પ્લૉક બિલ્ડ અપને ધીમું કરી શકે છે. તેને ખાવાથી તમારા પેઢા મજબૂત બને છે. તે તમારા પેઢાને બેક્ટેરિયા સામે પણ રક્ષણ આપે છે. દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. હોઠને સૂકાવવા કે ફાટવાથી રોકે છે. તમારે ધ્યાન રાખવું કે તરબૂચને ચાવીને ખાવું.