• મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના જોખમથી બચવામાં લાભદાયી
  • આયર્ન, ઝિંક અને કેલ્શિયમના કારણે હાડકાને મજબૂત કરશે
  • ઓમેગા ફેટી એસિડ હાઈ બીપી, બ્લડ શુગર, કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખશે

સુરજમુખી દુનિયાના સુંદર ફૂલમાંનું એક છે. તે દેખાવમાં જ સુંદર દેખાય છે તેવું નથી, હેલ્થને લઈને પણ તેના અનેક ફાયદા છે, સુરજમુખીના ફૂલના બીજમાં અનેક એવા ગુણ છે જેને જાણીને તમે હેરાન રહી જશે. મળતી માહિતી અનુસાર બીજના ઔષધિય ગુણને વિશે ખ્યાલ આવતાની સાથે તમે તેનો ઉપયોગ શરૂ કરી દેશો. તો જાણો તેના ફાયદા પણ.

હાર્ટ માટે લાભદાયી

સુરજમુખીના બીજમાં એન્ટીઓક્સીડન્ટ્સ, એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ બીજમાં ફ્લેવોનોઈ્ડ, પોલીસેચ્યુરેટેડ ફેટી એસિડ અને વિટામિન હોય છે. હાર્ટ સાથેની બીમારીમાં બચવા માટે તે મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ લેવલ રહેશે કંટ્રોલમાં

સુરજમુખીના બીજની મદદથી કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરી શકાય છે. તેમાં ઓમેગા ફેટી એસિડ હોય છે જે બ્લડ વેસેલ્સ માટે ફાયદારૂપ છે. તેનાથી હાઈ બ્લડપ્રેશર, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો ઓછો રહે છે.

કેન્સરથી બચવામાં મદદ

સુરજમુખીના બીજના સેવનથી મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે. તેના બીજમાં લિગનેન હોય છે જે હેલ્થ માટે ફાયદારૂપ છે. લિગનેન એક પ્રકારનું પોલિફેનોલ હોય છે જે બોડીમાં એન્ટીઓક્સીડન્ટની જેમ કામ કરે છે.

મેન્ટલ હેલ્થ માટે જરૂરી

મેન્ટલ હેલ્થ સારી રાખવા સુરજમુખીના બીજ કામ આવી શકે છે. તેમાં કેલ્શિયમ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે જે મસ્તિષ્કના વિકાસમાં લાભદાયી હોય છે.

હાડકા માટે ફાયદારૂપ

સુરજમુખીના બીજમાં આયર્ન, ઝિંક, કેલ્શિયમ હોય છે, જે હાડકાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સ્ટ્રોન્ગ બોનના કારણે શરીરને મજબૂતી મળી રહે છે.  

  • Follow us on: