• ટેસ્ટી અને હેલ્ધી ડિશનો સ્વાદ ક્યારેય નહીં ભૂલાય
  • સિમ્પલ વસ્તુઓથી મળશે પરફેક્ટ ટેસ્ટ
  • શિયાળાની સીઝનમાં બનાવી લો મસાલા રોટલા

સામાન્ય રીતે આપણા ત્યાં મકાઈના લોટમાંથી રોટલા બનતા હોય છે. ક્યાંક કોઈક ઘરમાં મકાઈના લોટનું ખીચું પણ બનતું હશે. પણ તેનાથી વધારે આગળ આપણે વિચારતા નથી. પણ આજે અમે તમારા માટે મકાઈની મસાલા રોટલાની રેસિપિ લાવ્યા છીએ. તો જાણો આ માટે તમે રસોઈના કયા મસાલાનો ઉપયોગ કરી શકશો અને સોફ્ટ -ટેસ્ટી રોટલો બનાવી શકો છો. તેનો સ્વાદ એટલો મસ્ત લાગશે કે તમે તેને ક્યારેય ભૂલી શકશો નહીં. તો જાણો કઈ વસ્તુઓથી કેવી રીતે બનાવશો મકાઈના મસાલેદાર રોટલા.

મસાલેદાર મકાઈના રોટલા

સામગ્રી

-1 કપ મકાઈનો લોટ

-1/2 કપ ઘઉંનોલોટ

-1 ટેબલ સ્પૂન આદું-મરચા-લસણની પેસ્ટ

-2 ટેબલ સ્પૂન દહીં

-2 ટી સ્પૂન તેલ

-1 ટી સ્પૂન તલ

-મીઠું સ્વાદાનુસાર

-તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ ઘઉં અને મકાઈના લોટને મિક્સ કરો. તેમાં આદું-મરચાં-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. તલના દાણા અને એક ચમચી તેલ ઉમેરો. હવે દહીં ઉમેરીને થોડા પાણી સાથે લોટ બાંધો. હવે તેના નાના-નાના લુવા કરી લો. આ લુવાને બરાબર ગોળ વણો, તેને લોઢી પર શેકો. શેલો ફ્રાય કરો અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવા. તૈયાર છે મકાઈ રોટલી, હવે આ ગરમ-ગરમ રોટી અથવા તો રોટલાને તમારા મનગમતા શાક કે કઢી સાથે સર્વ કરો.


  • Follow us on: