• વાળને માટે બેસ્ટ છે આ ટિપ્સ
  • સસ્તામાં કરી લો આ ઘરેલૂ ઉપાયો
  • વાળ રહેશે શાઈની અને સિલ્કી

માટી, પોલ્યુશન અને તડકાને કારણે વાળમાં ડ્રાયનેસ આવે છે અને તે ડેમેજ થાય છે. આનું એક કારણ યોગ્ય ડાયટ ન લેવો એ પણ હોઇ શકે છે. તેના કારણે વાળની ચમક ખોવાઇ જાય છે. આ દરેક સમસ્યાથી બચવા માટે તમે આ ઘરેલૂ ઉપાયો ટ્રાય કરી શકો છો. તેનાથી વાળને શાઇની અને સોફ્ટ બનાવી શકાય છે. તો જાણો વાળને શાઇની અને સોફ્ટ બનાવવાની ટિપ્સ.

લીમડાના પાન

1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરો. તેને રેગ્યુલર વાળ અને સ્કલ્પ પર લગાવો.

કાકડી

2 ચમચી કાકડીની પેસ્ટ વાળ અને સ્કલ્પ પર લગાવો. તેના 1 કલાક બાદ તેને ધોઇ લો.

ઓલિવ ઓઇલ

3-4 ચમચી ઓલિવ ઓઇલને ગરમ કરો. હૂંફાળું થાય ત્યારે મસાજ કરો. હવે ટોવેલને થોડો ગરમ કરીને વાળ પર બાંધો. 1 કલાક બાદ નહાઇ લો.

ખાટું દહીં

2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્સ કરો. તેનાથી વાળ અને સ્કલ્પ પર મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઇ લો.

મધ

2-2 ચમચી મધ અને દૂધ મિક્સ કરો. તેનાથી વાળ પર 5-6 મિનિટ સુધી મસાજ કરો. 1 કલાક બાદ નહાઇ લો.

મેથી દાણા

2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી રાખો. સવારે તેને પીસીને વાળ પર લગાવો.

ગાજર

રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ તેને ધોઇ લો.

અલોવેરા જેલ

રેગ્યુલર 1 ચમચી અલોવેરા જેલને વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ તેને ધોઇ લો.

બટાકા

2 કે 3 બટાકાને પીસીને રસ કાઢી લો. તેને વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ ધોઇ લો.


  • Follow us on: