• કપાસિયામાં હાજર લિપિડ-લોઅરિંગ અસર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે
  • હૃદય રોગના વધતા જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે
  • એન્ટીએઈજિંગ પ્રોસેસને ઘટાડવામાં પણ મદદ કરે છે કપાસિયા તેલ

તિરુપતિ રિફાઈન્ડ કોટન સીડ્સ તેલના એક નહીં અનેક લાભ, હેલ્થ રહેશે બેસ્ટ. આપણા દેશમાં કપાસનો ઉપયોગ ઘણી વસ્તુઓ બનાવવા માટે થાય છે. જેમ કે કપડાં, સુશોભનની વસ્તુઓ, ઈયરબર્ડ્સ વગેરે. આ સાથે જ જો શરીરની વાત કરીએ તો કપાસનો ઉપયોગ લોહીને સાફ કરવા અથવા તબીબી સારવારમાં પણ થાય છે. તે સાથે જ, તમને જાણીને આશ્ચર્ય થશે કે કપાસ સિવાય કપાસના બીજના તેલનો પણ ઉપયોગ થાય છે.

ઘણા અભ્યાસોએ કપાસના બીજના તેલના સ્વાસ્થ્ય લાભો દર્શાવ્યા છે. તો જાણો તેના સેવનથી શરીરને કયા ખાસ લાભ મળે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે હાઈપરકોલેસ્ટેરોલેમિયા એટલે કે કોલેસ્ટ્રોલ વધવાથી હ્રદયરોગનું જોખમ ઊભું થઈ શકે છે. તે જ સમયે કપાસિયાના તેલવાળા ખોરાકના સેવનથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે, જેનાથી કોલેસ્ટ્રોલને કારણે હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. વાસ્તવમાં કપાસિયા તેલમાં હાજર લિપિડ-લોઅરિંગ અસર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે વધુમાં અન્ય એક અભ્યાસ દર્શાવે છે કે કપાસિયા તેલ ધરાવતો આહાર લેવાથી કુલ કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સના સ્તરમાં ઘટાડો થઈ શકે છે. તે જ સમયે તેના સેવનથી ફાયદાકારક કોલેસ્ટ્રોલ એટલે કે હાઈ-ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ વધે છે, જે હૃદય રોગના વધતા જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

આ તેલના ઉપયોગનો ફાયદો એ છે કે તેમાં ટ્રાન્સફેટ નથી, કોલેસ્ટ્રોલ નથી, વિટામિન ઇ અને આલ્ફા ટોકોફેરોલ્સ હોવાથી તે હેલ્થ માટે સારું રહે છે અને સાથે જ એન્ટીએઈજિંગ પ્રોસેસને ઘટાડવામાં પણ મદદ કરે છે. બ્લડ ગંઠાઈ જવાની પ્રક્રિયાને ધીમી કરે છે એન્ટિકોએગ્યુલન્ટ્સ, જેમ કે હેપરિન અથવા વોરફરીન (જેને કૌમાડિન પણ કહેવાય છે), તે તમારા શરીરમાં લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયાને ધીમી કરે છે. એન્ટિપ્લેટલેટ્સ, જેમ કે એસ્પિરિન અને ક્લોપીડોગ્રેલ, પ્લેટલેટ્સ નામના રક્ત કોશિકાઓને એક સાથે ગંઠાઈ જવાથી અટકાવે છે. એન્ટિપ્લેટલેટ્સ મુખ્યત્વે એવા લોકો દ્વારા લેવામાં આવે છે જેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવ્યો હોય.

(આ એડર્વટોરિયલ કન્ટેન્ટ છે)

  • Follow us on: