થાઇરોઇડ રોગ વૈશ્વિક સ્તરે એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, જેના લાખો કેસ દર વર્ષે નોંધાય છે. એક આંકડા મુજબ, વિશ્વભરમાં અંદાજે 200 મિલિયન લોકો થાઇરોઇડ રોગથી પીડાય છે, અને લાખો લોકો આયોડિનની ઉણપને કારણે જોખમમાં છે. થાઈરોઈડ રોગમાં ડોક્ટરની સલાહ મુજબ ઉપચાર કરવો જોઈએ. પરંતુ આ ગંભીર બિમારીમાં એક્યુપ્રેશર પદ્ધતિ પણ રાહત આપે છે તેવું ડોક્ટર દ્વારા જ જણાવવામાં આવ્યું છે. 


એક્યુપ્રેશર પદ્ધતિ થાઇરોઇડમાં આપશે રાહત

થાઈરોઈડ રોગ માટે એક્યુપ્રેશર એક પૂરક ઉપચાર પદ્ધતિ તરીકે ઉપયોગી સાબિત થઈ શકે છે. એક્યુપ્રેશર પદ્ધતિમાં શરીરના કેટલાક પોઈન્ટ્સ  પર દબાણ કરવામાં આવે છે. આ પદ્ધિત શરીરમાં ઊર્જાના પ્રવાહમાં અને હોર્મોનલ સંતુલનમાં મદદરૂપ બને છે. નીચે કેટલાક મહત્વપૂર્ણ એક્યુપ્રેશર પોઈન્ટ્સ આપેલા છે જે થાઈરોઈડ સંબંધિત તકલીફોમાં રાહત આપી શકે છે:

 થ્રોટ પોઈન્ટ (Throat Point)

સ્થાન: ગળાની વચ્ચે, કોલરબોનના થોડું ઉપર.

લાભ: થાઈરોઈડ ગ્રંથીના કાર્યમાં સુધારો કરે છે, ગળાની તકલીફમાં રાહત આપે છે.

કેવી રીતે દબાવવું: આ પોઈન્ટ પર સરળ દબાણ સાથે 1-2 મિનિટ મસાજ કરો.

લો પોઈન્ટ (Law Point)

સ્થાન: અંગૂઠા અને અંગુઠી સાથેની આંગળી વચ્ચેનો ભાગ.

લાભ: ઇમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે, હોર્મોનલ અસંતુલન સુધારે છે.

ફૂટ પોઈન્ટ  (Foot Point)

સ્થાન: પગની ટાંકની અંદર, ઘૂંટણથી લગભગ 3 આંગળી નીચે.

લાભ: એન્ડોક્રાઇન સિસ્ટમ સુધારવી, માનસિક તાણ ઘટાડવું.

ઉપયોગ: દિનચર્યામાં રોજ 1-2 મિનિટ દબાણ કરો.

થાઈરોઈડના દર્દીઓ એક્યુપ્રેશર પદ્ધતિનો ઉપયોગ કરી બીમારીમાં રાહત મેળવી શકે છે. જો કે ઉપચાર કરતી વખતે યાદ રાખજો કે પોઈન્ટ પર દબાણ આપીને નરમાઈથી મસાજ કરવું જોઈએ. તેમજ દબાણ હળવું અને મર્યાદિત સમય માટે જ કરવું જોઈએ. ખાસ કરીને આ પદ્ધિતમાં ગર્ભવતી સ્ત્રીઓ તેમજ હાર્ટએટેક અને કેન્સર જેવી ગંભીર બિમારીના દર્દીઓએ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. 

એક્યુપ્રેશર એક પ્રાચીન ઉપચાર પદ્ધતિ

આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું કે એક્યુપ્રેશર દ્વારા થાઇરોઇડ ડિસઓર્ડરથી પણ રાહત મેળવી શકાય છે. એક્યુપ્રેશર એક પ્રાચીન ઉપચાર તકનીક છે જેમાં શરીરના ચોક્કસ બિંદુઓ પર દબાણ લાવવામાં આવે છે. જેના માટે હાથ કે આંગળીઓનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિથી તમે થાઈરોઈડ ઉપરાંત સાંધાના દુખાવા અને કમરના દુઃખાવા જેવા અનેક પ્રકારના દુખાવાથી રાહત મેળવી શકો છો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

  • Follow us on: