- ખરાબ આહાર અને લાઈફસ્ટાઈલની અસર વાળ પર થાય છે
- ધૂળ અને વધતા પ્રદૂષણથી વાળની અનેક સમસ્યાઓ ઉદભવે છે
- ડેન્ડ્રફની સમસ્યામાં અપનાઓ આ જાસૂદના ફૂલોના હેર માસ્ક
વાળ આપણી સુંદરતામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ જ કારણ છે કે લોકો પોતાના વાળનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ આજકાલ બગડતી લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારના કારણે વાળ પર તેની માઠી અસર પડતી હોય છે. આજકાલ ઘણા લોકો વાળને લગતી ઘણી સમસ્યાઓથી પરેશાન છે. ડેન્ડ્રફ આ સમસ્યાઓમાંથી એક છે.=
ધૂળ અને વધતા પ્રદૂષણને કારણે વાળ ખરવા, તૂટવા સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ ઘણા લોકો ડેન્ડ્રફને કારણે ખૂબ પરેશાન પણ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો, તો તમે જાસૂદના ફૂલોથી બનેલા આ બે પ્રકારના હેર માસ્કનો ઉપયોગ કરીને ડેન્ડ્રેથી છુટકારો મેળવી શકો છો.
જાસૂદના ફૂલ અને દહીંનું હેર માસ્ક
- 1 ચમચી એલોવેરા જેલ
- એક ચમચી દહીં
- જાસૂદના ફૂલો અને પાંદડા
આ રીતે તૈયાર કરો હેર માસ્ક
- હેર માસ્ક બનાવવા માટે, પહેલા જાસૂદના ફૂલો અને પાંદડાને સારી રીતે ધોઈ લો.
- ત્યારબાદ ફૂલો અને પાંદડાને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.
- તેમાં એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી દહીં ઉમેરો.
- હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
- તો તૈયાર છે ડેન્ડ્રફ માટે જાસૂદના ફૂલો અને પાંદડાનું હેર માસ્ક.
આ રીતે ઉપયોગ કરો
- તૈયાર હેર માસ્કને વાળના મૂળ અને સ્કેલ્પ પર સારી રીતે લગાવો.
- હવે આ હેર માસ્કને વાળમાં 20 મિનિટ સુધી રહેવા દો.
- 20 મિનિટ પછી તમારા વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો.
- આ હેર માસ્કનો ઉપયોગ કરીને તમે ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

જાસૂદ અને મેથીદાણાનું હેર માસ્કની સામગ્રી
- 3-4 જાસૂદના ફૂલો
- 1 ચમચી મેથીના દાણા
- 1/4 કપ છાશ
આ રીતે તૈયાર કરો હેર માસ્ક
- હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.
- હવે આ મેથીના દાણા અને જાસૂસના ફૂલોને સવારે મિક્સરમાં પીસીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
- આ પછી આ પેસ્ટમાં 1/4 કપ છાશ ઉમેરો અને તેને સારી રીતેમિક્સ કરો.
- ડેન્ડ્રફ માટે જાસૂદના ફૂલોનું હોમમેઇડ હેર માસ્ક તૈયાર છે.
આ રીતે ઉપયોગ કરો
- તૈયાર હેર માસ્કને બ્રશની મદદથી તમારા વાળ પર લગાવો.
- સ્કેલ્પની સાથે વાળ પર પણ આ પેસ્ટને સારી રીતે લગાવી. તેને અડધા કલાક માટે રહેવા દો.
- અડધા કલાક પછી વાળને સારી રીતે ધોઈ લો.
- અઠવાડિયામાં એકવાર આ હેર માસ્કનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે.