• દૂધી અને મધ સાથે કાકડીનો ફેસપેક કરશે કમાલ
  • દૂધી સાથે દહીં અને કેળાનો હેયરપેક આપશે પરફેક્ટ રીઝલ્ટ
  • ડાયટમાં દૂધી ન ભાવે તો સ્કીન અને હેયરકેરમાં કરો ઉપયોગ

શાકનું સેવન હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે. પણ અનેક શાક એવા હોય છે જેને આપણે ખાવાનું પસંદ કરતા નથી. હા આવું જ એક શાક છે દૂધી. જો તમે તેને ડાયટમાં લેવાનું પસંદ ન કરતા હોવ તો તમે તેનાથી હેયરકેર અને ફેસકેરનું કામ કરી શકો છો. તો જાણો કેવી રીતે કરશો ઉપયોગ.

દૂધી-મધનો ફેસપેક

સામગ્રી

  • 2 ટેબલસ્પૂન દૂધીની પેસ્ટ
  • 1/4 ટીસ્પૂન હળદર
  • 2 ટીસ્પૂન મધ
  • 2 ટીસ્પૂન અલોવેરા જેલ
  • થોડું ગુલાબજળ

રીત

એક વાટકી લો અને તેમાં તમામ ચીજોને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર તેને લગાવો. ડાઘ ધબ્બાથી છૂટકારો મળશે.

દૂધી અને કાકડીનો ફેસપેક

સામગ્રી

  • 1 ટેબલસ્પૂન દૂધીની પેસ્ટ
  • 1 ટેબલસ્પૂન કાકડીની પેસ્ટ
  • 2 ટીસ્પૂન બેસન
  • 1 ટેબલસ્પૂન દહીં

રીત

એક બાઉલમાં તમામ ચીજોને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને 10-15 મિનિટ બાદ ધોઈ લો. એક અઠવાડિયામાં એક જ વાર આ પેસ્ટ લગાવો. તમારો ચહેરો ચમકી જશે.

દૂધીની મદદથી તૈયાર કરો આ હેયર પેક

દહીં અને દૂધીનો હેયરપેક

સામગ્રી

  • 1/2 કપ દૂધીની પેસ્ટ
  • 1/2 કપ દહીં

રીત

એક બાઉલ લો અને તેમાં બંને ચીજોને મિક્સ કરી લો. તેમાં થોડું પાણી મિક્સ કરો અને આંગળીઓથી વાળના મૂળમાં લગાવો. અડધા કલાક બાદ ધોઈ લો. વાળમાં ચમક આવશે. ड़ों में लगाएं।

કેળા અને દૂધીનો હેયરમાસ્ક

સામગ્રી

  • 2 ટેબલસ્પૂન દૂધીની પેસ્ટ
  • 1/2 કેળું મેશ કરેલું
  • 1 ટેબલસ્પૂન નારિયેળનું તેલ

રીત

એક બાઉલમાં તમામ ચીજો મિક્સ કરો અને સાથે તેને સ્કેલ્પ પર લગાવો. 20-30 મિનિટ લગાવીને રાખો અને પછી શેમ્પૂ કરી લો. અઠવાડિયામાં એક વાર તેને લગાવો. થોડા દિવસોમાં ફરક જોવા મળશે.  

  • Follow us on: