• પૌંઆની કટલેટનો સ્વાદ લાવશે મોઢામાં પાણી
  • સરળતાથી બની મિનિટોમાં બની જશે આ નાસ્તો
  • કોઈ પણ સમયે ભૂખ સંતોષવા માટે છે હેલ્ધી

કહેવાય છે ને કે સારો નાસ્તો મળી જાય તો તમારો દિવસ બની જાય છે. નાસ્તામાં બ્રેડ, રોટલી સિવાય પૌંઆ ટ્રાય કરીને કંટાળી ચૂક્યા છો તો તમારે હવે કંઈ નવું ટ્રાય કરી લેવાની જરૂર છે. અનેકવાર એકના એક પૌંઆ ખાઈને તમે કંટાળી જાઓ તે સ્વાભાવિક છે.  જો તમને ક્રિસ્પી, હેલ્ધી ડિશ મળી જાય તો જાણે કે તમારો દિવસ બની જાય છે. નાસ્તામાં કટલેટનો સ્વાદ હેલ્થ માટે પણ લાભદાયી રહે છે. તો જાણો પૌંઆની મદદથી ઝડપથી કટલેટ કઈ રીતે બનાવી શકાશે.

પૌંઆ કટલેટ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પૌંઆ
  • 1 કપ ચણાનો લોટ
  • 1 બારીક સુધારેલી ડુંગળી
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 વાટકી કોથમીર
  • 1/2 કપ ચોખાનો લોટ
  • શેકવા માટે તેલ

 બનાવવાની રીત

સૌથી પહેલા પૌંઆને સારી રીતે પાણીમાં ધોઈને પલાળી લો. તે સારી રીતે પલળી જાય તો તેને એક વાસણમાં કાઢો. તેમાં બારીક સુધારેલી ડુંગળી, ચણાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, મરચું, ચાટ મસાલો, મીઠું અને કોથમીર મિક્સ કરો. બધી વસ્તુઓને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને તમારા મનપસંદ શેપમાં લાંબો શેપ આપો અથવા ગોળ શેપ આપો. હવે તમમ કટલેટને ચોખાના લોટમાં રગદોળી લો. એક પેન લો અને તેમાં થોડું તેલ ગરમ કરો. તેમાં એકસાથે 4-5 કટલેટ રાખો અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તે ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. હવે તેને સોસ અને ચટણીની સાથે પીરસો. આ એક હેલ્ધી અને ઝડપથી તૈયાર થતો નાસ્તો છે. તમે સવારે કે સાંજે તેની મજા લઈ શકો છો. 

  • Follow us on: