• માતા લક્ષ્મી અને નારાયણને સફેદ ભોગ પ્રિય છે
  • આ દિવસે સફેદ વસ્તુને ભોગમાં ચઢાવો
  • મલાઈ પેંડા બનશે બેસ્ટ ભોગ

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ન ફક્ત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે પણ સાથે માતા લક્ષ્મીનું પણ આ દિવસે ખાસ મહત્ત્વ છે. તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. આ વર્ષે 24 નવેમ્બરે તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરમાં રહેલા તુલસીજીની પૂજા કરે છે અને વિષ્ણુના શાલિગ્રામ રૂપ સાથે તુલસીની પૂજા કરાવાય છે. આ દિવસે તુલસીના છોડને લાલ ચૂંદડી, ચાંલ્લા અને આભૂષણથી સદાવીને શાલિગ્રામની સાથે દોરાની મદદથી બાંધવામાં આવે છે. બંને પર ચોખા અને સિંદૂર પધરાવીને પૂજામાં આવેલા તમામ લોકોને પ્રસાદ વહેંચવામાં આવે છે. જો વાત શ્રી નારાયણ અને માતા લક્ષ્મીના ભોગની છે તો તેમને ભોગમાં સફેદ ચીજો પ્રિય છે. આ કારણ છે કે તેમને આ દિવસે સફેદ રંગની ચીજોનો ભોગ ચઢાવાય છે. જો તમે પણ તુલસી વિવાહ માટે ઘરે ભોગ બનાવવા ઈચ્છો છો તો તમે મલાઈ પેંડાની રેસિપિ ટ્રાય કરી શકો છો. તો જાણો શું જોઈશે સામગ્રી.

મલાઈ પેંડાની સામગ્રી

  • 1/2 કિલો માવો
  • 60 ગ્રામ ઘી
  • 1/2 કિલો ખાંડ
  • સ્વાદ અનુસાર એલચી પાવડર

જાણો મલાઈ પેંડા બનાવવાની રીત

મલાઈ પેંડા બનાવવા માટે સૌથી પહેલા માવો લો. તેને માટે તમે દૂધને ઉકાળતા રહો અને હલાવતા રહો. આ પછી એક પેનમાં ઘી અને માવો એકસાથે લો અને તેને સતત હલાવીને શેકો. હવે તેમાં એલચી પાવડર મિક્સ કરો અને તેને ઠંડું થવા દો. આ તમામ સામગ્રીને ઠંડી થવા દો અને તેમાં ખાંડ મિક્સ કરો. હવે તેને મનપસંદ આકાર આપીને પેંડા તૈયાર કરી લો. તમારો ભોગ તૈયાર છે. આ ભોગથી ભગવાન પ્રસન્ન થશે.  

  • Follow us on: