શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવાથી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. તેવામાં તમારે એવી કુદરતી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને તમારા આહારમાં શામિલ કરો જેથી આ બીમારીને વધતા અટકાવી શકીએ. યુરિક એસિડ શરીરમાં હાજર છે જેનુ ઉચું સ્તર શરીર માટે હાનિકારક છે. હાઈ યુરિક એસિડનો મતબલ રક્તમાં મોજૂદ એસિડનુ ઉચ્ચ સ્તર યુરિક એસિડ પ્યુરિન નામના તત્વ તૂટવાથી બને છે. જે ખોરાકના અમુક તત્વોમાં મળી આવે છે. રક્ત યુરિક એસિડને કિડની સુધી લઈ જાય છે. કિડની સૌથી વધુ યુરિક એસિડને છોડે છે. જે શરીરની બહાર નીકળે છે. યુરિક એસિડ પર કિડનીની પથરી પણ હોઈ શકે છે.


યુરિક એસિડનો ઉચ્ચસ્તરનો મતલબ શું થાય છે

જો તમારુ શરીર વધારે પડતુ યુરિક એસિડ બનાવે છે તો મર્યાદિત માત્રામાં યુરિક એસિડ નીકાળી નથી શકતુ તો તે તમારા લોહીમાં જમા થાય છે. જેને કો હાઇપરયુ રિસમિયા કહેવામાં આવે છે. યુરિક એસિડના ઉચ્ચસ્તરથી ઘણી સ્વાસ્થય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેમકે સંધિવા. કિડનીની પથરીથી બચવા માટે યુરિક એસિડનુ સ્તર નીચે કરવુ ખૂબ જ જરુરી છે. યુરિક એસિડ કિડનીમાં પથરી બનાવી શકે છે જે ઘણી જ પીડા પેદા કરી શકે છે

1 કેળા

જો તમને યુરિક એસિડના સ્તરથી સંધિવા હોય તો કેળા તમારા લોહીમાં રહેલા યુરિૉક એસિડ ઘટાડવા માટેનુ શ્રેષ્ઠ ફળોમાંથી એક છે. સંધિવાનુ જોખમ ઘટાડવામાં મદદ કરે છે. કેળામાં કુદરતી રીતે પ્યુરીન બહુ ઓછુ હોય છે. આ તમારા યુરિક એસિડના સારવારમાં ખાસ મદદરુપ થઈ શકે છે

2 સફરજન

સફરજનમાં ડાયટ્રી ફાયબર વધારે માત્રામાં હોય છે. આ યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. ફાઈબર લોહીમાંથી યુરિક એસિડને શોષી લેછે અને શરીરમાંથી વધારાનુ યુરિક એસિડ બહાર કાઢે છે. આ ઉપરાંત સફરજનમાં મેલિક એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે.જે શરીરમાં યુરિક એસિડની અસરોને બેઅસર કરે છે

3 ખાટા ફળો

નારંગી અને લીંબુ જેવા ફળો વિટામીન સીના શ્રેષ્ઠ સ્ત્રોત છે. અને તે યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. આ ખોરાકનો ઉપયોગ કરવાથી શરીરને સ્વસ્થ રાખવામાં મદદરુપ સાબિત થાચ છે. અને જે શરીરમાંથી યુરિક એસિડને બહાર કાઢી શકે છે.

4 ગ્રીન ટી

ગ્રીન ટી ફક્ત વજન ઘટાડવા માટે જ નહી પરંતુ સંધિવાથી બચવા માટે પણ સારી છે. ઘણા અભ્યાસો સાબિત કરે છે કે ગ્રીન ટીના અર્કમાં યુરિક એસિડનું ઉત્પાદન ઘટાડે છે. આ પીણુ તે લોકો માટે સારું છે જે લોકો સંધિવાથી પીડાય છે અને યુરિક એસિડનુ સ્તર વધુ છે.


Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.

  • Follow us on: