વેલેન્ટાઈન વીકમાં તમે તમારી લેડીલવને આપો હેલ્થ કેરને લગતી આ ચીજ વસ્તુ. આ વેલેન્ટાઈન વીકમાં તમે તમારા પ્રેમને વ્યક્ત માત્ર રોમાંટિક ભેટોથી જ નહીં પરંતુ તમે તેમને તેમના આરોગ્ય અને સુખાકારીની ચિંતા કરીને પણ કરી શકો છો. તમે વિચારો છો કે તમે તમારા લેડી લવ માટે આરોગ્યને લગતી કઈ વસ્તુ આપી શકો છો કે જે તેમના માટે સારા રહેશે તો જાણો કેટલાક વિક્લપો.


વેલેન્ટાઈન વીકએ પ્રેમ અને રોમાંસનો તહેવાર છે. તમે તમારા પાર્ટનરને ખાસ અનુભવ કરાવા માંગતા હો તો કંઈક અલગ રીતો અપનાવી શકો છો. આ દિવસે લોકો ગુલાબ, ચોકલેટ, જવેલરી કે ટેડીબીયર ભેટમાં આપતા હોય છે. પણ ક્યારેય વિચાર્યુ છે કે તમે તમારા લેડીલવને કંઈક એવી ભેટ આપો કે જે તેમના સ્વાસ્થય માટે સારી હોય. જે તેમના માટે લાભદાયી રહેશે. આજના વ્યસ્ત સમયમાં મહિલાઓને સ્વાસ્થય સોથી વધુ અસર કરે છે. જે ઓફિસમાં કામ કરતી હોય કે ઘર સંભાળતી હોય. ક્યારેક આપણી પણ ફરજ બને છે કે આપણે તેમની સારસંભાળ રાખી શકીએ.

આ વેલેન્ટાઈન વીક પર તમે તમારા પ્રેમને એક આરોગ્યને લગતી કોઈ ભેટ આપવા માંગતા હો તો તે ન માત્ર તમારા પ્રેમને જ નથી દર્શાવતું તે તેમની તંદુરસ્તીને મહ્તવ આપશે. જો તમે કન્ફયુઝ છો કે કઈ આરોગ્યને લગતી ભેટ તેમને આપી શકાશે. થોડા શ્રેષ્ઠ અને ઉપયોગી લાગી શકે તેવા વિક્લપો છે. જે તેમને કામ લાગી શકશે. જે તમે તેમને ભેટ તરીકે આપી શકશો.

1: સ્માર્ટવોચ અથવા ફિટનેસ બેન્ડ

જો તમારા પાર્ટનર ફિટનેસને લઈને સભાન છે અથવા તો આરોગ્ય પર ધ્યાન આપવાની જરુર છે. તો સ્માર્ટવોચ કે ફિટનેસ બેન્ડ એક શાનદાર ભેટ હોઈ શકશે. તે તેમના ચાલવાની ગણતરી, હૃદયના રેટ મોનિટર, રક્ત ઓકિસજન રેટ અને કેલરીને ટ્રેક કરવામાં મદદ કરશે. તણાવની ગતિ અને ઉંઘવાની પેટર્નને મોનિટર કરે છે. આ ભેટ તેમને એકિટવ અને હેલ્દી જીવનશૈલીને અપનાવવું મોટિવેટ કરશે.

2: મસાજ ગન અથવા ઇલેક્ટ્રિક ફૂટ મસાજર

આજના વ્યસ્ત જીવનમાં શરીરને આરામ આપવો પણ ખૂબ જ જરુરી છે. તમારી જીવનસાથી દિવસભરના કામથી થાકી જાય છે તો તમારે તેમને મસાજ ગન અથવા ઇલેક્ટ્રિક ફૂટ મસાજર તેમને એકદમ રિલેક્સ કરાવા માટે આ મસાજર બેસ્ટ એપશન રહેશે. તે તેમના પગના થાકને દુર કરશે, રક્ત પરિભ્રમણમાં પણ સુધારો કરી શકે છે અને માનસિક તણાવ ઘટાડવામાં રાહત આપી શકશે.

3: ઓર્ગેનિક સ્કિન કેર અને હેર કેર કીટ

દરેક મહિલાઓને સ્કીન અને હેરને લગતી જો ભેટ આપો છો તો તેમને ખૂબ જ ગમતી હોય છે. તમે કંઈક અલગ ભેટ આપવા માંગો છો જે કેમિકલ ફ્રી હોઈ શકે . જે તેમને નુકસાન પણ ન પહોંચાડી શકે. તમે તેમને ઓર્ગેનિક સ્કિન કેર અને હેર કેર કીટ આપી શકો છો જે બેસ્ટ ઓપશન હોઈ શકે છે. જે કેમિકલ ફ્રી અને નેચરલ કુદરતી ઘટકોમાંથી બનેલું હોય. જે તેમની ત્વચા અને વાળને અંદરથી સ્વસ્થ બનાવે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકે.

4: યોગા મેટ અને ધ્યાન કીટ

જો તમારા પાર્ટનરને કસરત અથવા તો યોગ કરવામાં રસ હોય તો સારી ક્વોલિટીનો યોગામેટ કે ધ્યાન કીટ ભેટમાં તમે આપી શકો છો. આ કીટથી તે તેમનું રોજિંદા જીવનમાં ઉપયોગ કરીને તે તેમનુ્ સ્વાસ્થયનું ધ્યાન પણ રાખી શકે. અને તેમની ફિટનેસ પણ સારી રહેશે.

  • Follow us on: