- પહેલું ટેટૂ માતાના નામ સરોજનું છે
- પિતાના નામ પ્રેમનું પણ ટેટૂ તેમના શરીર પર છે
- શિવભક્ત હોવાથી તેમની આંખનું ટેટૂ પણ કરાવ્યું
ભારતીય ટીમની વાત કરીએ તો જ્યારે સ્ટાઈલિશ પ્લેયર્સને યાદ કરાય છે. તેમાં સૌથી પહેલું નામ વિરાટ કોહલીનું આવે છે. લાખો-કરોડો ફેન્સ તેમની રમતની સાથે સાથે તેમની લાઈફસ્ટાઈલના પણ ક્રેઝી છે. વિરાટ કોહલી પોતે ટેટૂના દીવાના છે. તેમના શરીર પર 1-2 નહીં પણ 11 ટેટૂ છે અને તે ખાસ હેતુ સાથે બનાવાયા છે. તો જાણો શું છે દરેક ટેટૂનો મતલબ. વિરાટે એક ચેનલમાં ડોક્યુમેન્ટ્રીમાં તેનો ખુલાસો કર્યો છે.
'રન મશીન'થી ઓળખાતા વિરાટને ટેટૂનો શોખ, જાણો 11નો અર્થ

- પહેલું ટેટૂ માતાના નામ સરોજનું બનાવડાવ્યું છે.
- આ સિવાય બીજું પિતાના નામ પ્રેમનું પણ છે
- કોહલી શિવભક્ત છે અને તેમના ડાબા હાથ પર ભગવાન શિવનું ટેટૂ
- 2008માં વનડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરનારા ભારતના 175મા ખેલાડી હોવાથી તે નંબહવનડે કેપ નંબર 175 પણ
- કોહલીએ જૂન 2011માં વેસ્ટઈન્ડિઝ સામે ટેસ્ટમાં ભાગ લીધો અને તે 269મા ખેલાડી બન્યા માટે 269 નંબર સામેલ
- ડાબા હાથ પર સમુરાઈ યોદ્ધાનું ટેટૂ, કોહલી માટે ગુડલક સમાન
- ઓમનું ટેટૂ પણ બનાવડાવ્યું છે, તે સુસંગત ઓમના ધ્વનિને જીવનનો સાર માને છે
- 5 નવેમ્બર 1988એ જન્મેલા કોહલીની રાશિ સ્કોર્પિયો છે, જે જમણા હાથ પર છે
- જમણા હાથ પર ટ્રાઈબલ ટેટૂ જે જનજાતિ, ટીમ, લડાઈની ભાવનાને દેખાડે છે
- ડાબા હાથમાં શિવના ટેટૂની બાજુમાં, તે મોનેસ્ટ્રીનું પ્રતિક છે. ક્રિકેટની પીચ પર ઉર્જા વધારનારું