• Hong Kong ફરવા માટેનો સૌથી સારો સમય માર્ચથી નવેમ્બરનો
  • Visa On Arrival 14 દિવસ સુધી માન્ય રહે છે
  • Visa On Arrival માટે કોઈ ફી લેવામાં આવતી નથી

જ્યારે પણ વિદેશ ફરવાની વાત આવે છે તો સૌથી પહેલા એ વાતની ચિંતા રહે છે કે વીઝા માટે એપ્લાય કરવું પડે. વીઝાની લાઈનોની સાથે સાથે ડોક્યુમેન્ટને લઈને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક મુશ્કેલીઓ બાદ લાંબા સમય બાદ વીઝા મળે છે. અને આ સમય એવો હોય છે કે વ્યક્તિ ત્યાં સુધીમાં ફરવાનો પ્લાન જ કેન્સલ કરી દે છે. પરંતુ આજે એવા સ્થળની વાત કરીશું જેને માટે Visa On Arrival ની સુવિધા આપવામાં આવે છે.

ઓનલાઈન કરાવી શકાય છે રજિસ્ટ્રેશન

રંગીન કલ્ચર માટે જાણીતું હોંગકોંગ આજના સમયમાં લોકોની વચ્ચે લોકપ્રિય બન્યું છે. આ એશિયાનું સૌથી સુંદર ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. અહીં તમે એડવેન્ચરની સાથે શોપિંગની પણ મજા માણી શકો છો. હોંગકોંગમાં ભારતીયોના પ્રી અરાઈવલ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે જે ઓનલાઈન મળે છે. આ માટે તમારે પહેલાથી પ્રી રજિસ્ટર કરવાનું રહે છે અને તેમાં કોઈપણ વીઝા ફી સામેલ નથી. એટલે કે તે ફ્રી છે. આ વીઝા 14 દિવસ સુધી માન્ય રહે છે.

હોંગકોંગમાં ફરવા માટે શું ખાસ છે

અહીં મોટા ભાગે લોકો ડિઝ્નીલેન્ડમાં ફરવા આવે છે. ડિઝ્નીલેન્ડના સિવાય હોંગકોંગમાં હેનાન આઈલેન્ડ, એવેન્યૂ ઓફ સ્ટાર, બિગ બુદ્ધ, સ્કાઈ લાઈન અને સિમ્ફની ઓફ લાઈટ્સ પણ બેસ્ટ પ્લેસ છે. ડિઝ્નીલેન્ડમાં ફરવા માટે એક વ્યક્તિની ટિકિટ લગભગ 4800 રૂપિયા છે. હોંગકોંગને ગગનચૂંબી ઈમારતો માટે પણ જાણીતું માનવામાં આવે છે. અહીં નાઈટ ક્લબની મજા પણ લઈ શકાય છે. હોંગકોંગમાં આખું વર્ષ પર્યટકોની ભીડ જોવા મળે છે પણ અહીં ફરવા માટેનો સૌથી સારો સમય માર્ચથી નવેમ્બરનો છે.

કેટલી છે હોંગકોંગની ફ્લાઈટની ટિકિટ

જો તમે ફ્લાઈટથી ભારતથી હોંગકોંગ જાઓ છો તો આવવા અને જવાનો ખર્ચ લગભગ 25 હજાર રૂપિયા થાય છે. આ પછી હોટલનું ભાડું લગભગ 3000 રૂપિયા છે. તો તમે તમારી પસંદગી અનુસાર તેની વ્યવસ્થા કરી શકો છો.  

  • Follow us on: