• ગંગેશ્વર મહાદેવના દર્શનથી થશો ધન્ય
  • પાંચ પાંડવોએ પોતાની શક્તિ પ્રમાણે પાંચ શિવલિંગનુ સર્જન કર્યુ
  • શિવલિંગ પર દૂધથી અભિષેક કરવાની જરૂર રહેતી નથી

સંઘ પ્રદેશ દીવ એક સુંદર અરબી સમુદ્રિય ટાપુ અને પર્યટક સ્થળ છે, સંઘ પ્રદેશ દીવ દેવોની નગરી છે. મહાદેવ છે, અહી દર્શન કરીને ભક્તો પોતાને ધન્ય માને છે. દીવથી લગભગ ત્રણ જ કિલોમીટર દૂર આવેલું આ ગંગેશ્વર મહાદેવ મંદિર પોતાની એક આગવી પ્રતિભા ધરાવે છે. અહીં શિવલિંગનું અભિષેક કરવા જાણે ભગવાન પોતે હાજર થતાં હોય તેવું જોવા મળે છે. કારણ કે અહીં સમુદ્રના મોજાં સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતાં જોવા મળે છે. અરબી સમુદ્ર કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવ ઉપર ખુદ સમુદ્ર ની ગંગા રૂપી લહેરો દ્વારા અભિષેક કરીને મહાદેવ ના ચરણો પખારે છે. તેથી આ મંદીરનુ નામ ગંગેશ્વર મહાદેવ નામથી જાણીતુ છે.


[[$googlead]]

[[$alsoread]]

આ કથા છે જોડાયેલી

આજે શ્રાવણ માસના પહેલા સોમવારના દિવસે ભાવી ભક્તો દર્શનાર્થે લાંબી લાંબી લાઈનોમાં ભીડ જોવા મળી હતી. જયારે હસ્તિનાપુરના પાંચ રાજકુમાર અજ્ઞાતવાસ વનવાસમાં હતા, ત્યારે દીવના ફુદમ ગામેથી પસાર થતા સાંજ પડી ગઈ હતી. પાંચ પાંડવ સાંજે ભોજન કરતા પહેલા શિવજીની પુજા અચુક કરતા પરંતુ આસ પાસ કોઈ શિવ મંદિર ન હતુ. તેથી પાંચ પાંડવોએ પોતાની શક્તિ પ્રમાણે પાંચ શિવલિંગનું સર્જન કર્યુ. ત્યારે સમુદ્ર ખુબ જ દુર હતો.


પાંચ પાંડવોએ પાંચ શિવલિંગનું સર્જન કર્યુ

તેથી સમુદ્ર નજદીક આવવા લાગ્યો. ઘણી જગ્યા એ માત્ર એક જ શિવલિંગના દર્શન થાય છે. પરંતુ દુનિયામાં એક જ પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ માત્ર કેંદ્ર શાસિત પ્રદેશ દીવના ફુદમ ગામે છે. માન્યતા છે કે જે શિવ ભક્તે અહી માથુ ટેકાવી દીધુ તેને અકાલ મ્રુત્યુનો ડર રહેતો નથી. અને પોતાની અને પરિવાર ના કલ્યાણ અર્થે કામના કરી પરમ સુખ પામે છે. અહીં દર્શન કરવાથી લાંબા આયુષ્યનું વરદાન મળે છે. દર્શન કરવા માટે દર વર્ષે દેશ વિદેશ ના હજારો પર્યટકો અરબી સમુદ્રના કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા અને તેનું કુદરતી સૌદર્ય નિહાળવા માટે આવે છે અને ભાવ વિભોર થઇ જાય છે.

  • Follow us on: