• ઉનાળાની રજાઓમાં બાળકો સાથે ફરવા માટે આ જગ્યાઓ છે સુંદર
  • વેકેશનમાં માણો દક્ષિણ ભારતના કેટલાક ખૂબ જ સુંદર હિલ સ્ટેશનોની મજા
  • તમિલનાડુથી આંધ્ર પ્રદેશના આ હિલ સ્ટેશનો છે વેકેશન માટે પરફેક્ટ

ઘણા લોકો ઉનાળાની રજાઓમાં તેમના બાળકો સાથે ફરવા જવાનું આયોજન કરતા હોય છે. તો દક્ષિણ ભારતના કેટલાક ખૂબ જ સુંદર હિલ સ્ટેશનો છે કે જે ઉનાળાના વેકેશનમાં ફરવાજવા માટેની બેસ્ટ જગ્યાઓ છે.

ઉનાળાની રજાઓમાં બાળકો સાથે ફરવાનું આયોજન કરી રહ્યાં છો? તો અહીં દક્ષિણ ભારતના કેટલાક શ્રેષ્ઠ હિલ સ્ટેશનો વિશે જણાવવામાં આવ્યું છે. આ જગ્યાઓ પર તમે ઉનાળાનાવેકેશનને યાદગાર બનાવી શકો છો.

ઉટી
તમે તમિલનાડુ સ્થિત ઉટી જઈ શકો છો. અહીંના ચાના બગીચાઓની સુંદરતા તમારા મનને મોહી લેશે. આ સાથે તમે ટોય ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. બાળકો આ રાઈડ ખૂબ એન્જોય કરશે.


કુર્ગ
કર્ણાટક સ્થિત કુર્ગ જઈ શકાય છે. ઉનાળાની રજાઓમાં મુલાકાત લેવા માટે તે ખૂબ જ સારો વિકલ્પ છે. તમે અહીં ટ્રેકિંગ અને કેપિંગની મજા માણી શકશો. આ સિવાય અહીંના કોફીના બગીચાઓમાં ફરવાની મજા જ કંઈક અલગ છે.

મુન્નાર
મુન્નાર કેરળમાં આવેલું છે. તમે બાળકોને અહીં ટી મ્યુઝિયમની મુલાકાત લેવા લઈ જઈ શકો છો. આ હિલ સ્ટેશનમાં તમે એકદમ શાંતી અનુભવશો. અહીંનું હરિયાળ અને શાંત વાતાવરણ તમારા મનને મોહી લેશે.

હોર્સલે હિલ્સ 
હોર્સલે હિલ્સ આંધ્ર પ્રદેશનું એક નાનું અને ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. તમને તેની કુદરતી સુંદરતા ગમશે. તમે અહીં અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીનો પણ આનંદ

માણી શકો છો. આમાં ટ્રેકિંગ, રૈપેલિંગ અને ક્લાઇમ્બિંગ જેવી એક્ટિવીટીનો સમાવેશ થાય છે. 

  • Follow us on: