- હાથમાંથી મહેંદી ઉખાડ્યા બાદ દેશી ઘી લગાવો
- મહેંદી કાળી કરવા તવા પર લવિંગ રાખીને તેનો શેક કરો
- બામ અને યુકેલિપ્ટસનું તેલ પણ કરશે મદદ
મહેંદીનો રંગ ફક્ત હાથની સુંદરતા વધારવાની સાથે સાથે મહિલાઓની સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવે છે. મહિલાઓના સોળ શણગારમાં પણ મહેંદી સામેલ છે. લગ્ન હોય કે ફંક્શન, તીજ તહેવાર હોય કે શ્રાવણ મહિનો મહિલાઓના હાથ મહેંદીથી ભરેલા જોવા મળે છે. મહેંદીનો રંગ જ્યાં સુધી ઘેરો ન થાય ત્યાં સુધી મજા આવતી નથી. કેટલીક મહિલાઓના હાથ પર મહેંદીનો રંગ ચઢે નહીં ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. તો તમે આ ટિપ્સને ફોલો કરીને તેને ઘેરો એટલે કે કાળો કરી શકો છો.

દેશી ઘી
તમને દાદી અને નાનીના નુસખા યાદ હશે. મહેંદીનો રંગ કાળો કરવા માટે મહેંદી હટાવ્યા બાદ હાથ પર દેશી ઘી લગાવો. હાથને પાણીથી ભીના ન કરશો. તેને ઘસીને મહેંદીને કાઢી લો અને તેનાથી મહેંદીનો રંગ ઘટ્ટ બની શકે છે.
લવિંગ
મહેંદીનો રંગ ઘટ્ટ એટલે કે કાળો કરવા માટે આ અસરકારક ઉપાય છે. તમે લવિંગને તવા પર શેકો. આમ કરવાથી તેમાંથી ધુમાડો નીકળશે. તમે મહેંદી ઉખાાડ્યા બાદ તેના ધુમાડાને હાથ પર લગાવો. તેનાથી તેનો કલર વધુ કાળો થશે.
બામ લગાવો
મહેંદીનો રંગ કાળો કરવા માટે મહેંદી સૂકાઈ જાય પછી તેને હટાવો અને હાથ પર બામ લગાવો. હવે હાથને કવર કરી લો અને તેને એમ જ રહેવા દો. તમે આખી રાત રહેવા દેશો તો તેનો કલર મસ્ત આવશે.

યૂકેલિપ્ટસનું તેલ
મહેંદીનો રંગ વધુ કાળો કરવા માટે તમે મહેંદી લગાવતા પહેલા હાથ પર મહેંદી લગાવતા પહેલા યૂકેલિપ્ટસનું તેલ લગાવો. આ તેલ લગાવવાથી મહેંદીનો રંગ ઘેરો આવશે. કેટલાક લોકો મહેંદીમાં પણ આ તેલ મિક્સ કરે છે. તેનાથી કલર મસ્ત આવશે.