- આહારમાં પણ વધારે પ્રમાણમાં તેલનો ઉપયોગ ટાળો તે હેલ્થ માટે લાભદાયી
- ડાયટમાં પૂરતા પ્રમાણમાં વસા, ટ્રાન્સ ફેટી એસિડ અને કોલેસ્ટ્રોલનું સેવન ઘટાડી દેવું
- વિટામિન ઈ અને એન્ટી ઓક્સીડન્ટ્સ હોય વાળું તેલ પસંદ કરવું
ભોજનમાં યોગ્ય તેલની પસંદગીથી દેખાશો યુવાન અને રહેશો સ્વસ્થ. જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં અનેક ફેરફાર આવે છે. સ્કીન પર અને વાળમાં પણ ઉંમરને લઈને અનેક ફેરફાર જોવા મળે છે. આ ફેરફાર આપણને દેખાતા હોતા નથી પણ તે નિશ્ચિત રીતે સ્વાસ્થ્યને સારું રાખવામાં મહત્ત્વનો રોલ નિભાવે છે. શરીરમાં અનિચ્છનીય વિકારોથી બચવા માટે જરૂરી છે કે તમે તમારી રસોઈમાં યોગ્ય તેલનો ઉપયોગ કરો. તેનાથી પણ તમારી હેલ્થ સારી રહેશે.
તો તમે પણ આજથી તમારી હેલ્થ માટે સજાગ રહો અને તેને માટે ખાસ પ્રયાસ પણ શરૂ કરો તે જરૂરી છે. આમ કરવાથી તમને હેલ્થની સમસ્યાઓ વધારે ઈફેક્ટ કરશે નહીં અને તમે એક હેલ્ધી લાઈફ માણી શકશો. ઉંમરની સાથે શરીરમાં અમુક ફેરફારો આવે છે જેમકે હોર્મોનની તકલીફો જે ખાસ કરીને મહિલાઓમાં રજોનિવૃત્તિ બાદના સમયમાં જોવા મળે છે. લોહી સામાન્યથી વધારે ઘટ્ટ થઈ જાય છે અને તેની ગતિ પણ ધીમી પડે છે. ધમનીની અંદર બ્લોકનું નિર્માણ થાય છે.










