આજના સમયમાં મેદસ્વીતા એ સૌથી મોટી સમસ્યા બની છે. સ્થૂળતાની સમસ્યાનો સામનો કરનાર લોકો ગમે તે રીતે વજન ઘટાડવા પ્રયાસ કરતા હોય છે. એક વખત વજન વધ્યા પછી તેઓ જીમમાં જવા, પ્રોટીન શેક, લેવા તેમજ ક્રશ ડાયટ જેવા વિવિધ પ્રયોગ કરવા લાગે છે. આમ, કરવાથી થોડા સમયમાં તેમને લાભ દેખાય છે, પરંતુ આ ટૂંકાગાળાના લાભ બાદ ફરી વજન વધવા લાગે છે.


આરોગ્ય નિષ્ણાતની સલાહ

એટલે જ આરોગ્ય નિષ્ણાત સલાહ આપતા હોય છે કે લોકોએ આવા પ્રયોગો કરવાના બદલે પોતાના રોજિંદા જીવનમાં અમલ કરી શકતા હોય તેવી વસ્તુઓ અપનાવવી જોઈએ. એવા ખાસ આહાર છે જેને તમારી દીનચર્યામાં સામેલ કરશો તો લાંબાગાળે જરૂર લાભ થશે. આ ખોરાક વજન ઘટાડવા સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. આ ખોરાક આપણી સ્વાદની તૃષા દૂર કરશે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખશે.

દાળ ભાત: ગુજરાતી ઘરોમાં મોટાભાગે દાળભાત રોજ બનતા હોય છે. પરંતુ આજે વજન વધવાની ચિંતામાં લોકો દાળ-ભાત ખાવાનું ગમતું નથી. પરંતુ દાળ-ભાતને રોજિંદા આહારમાં સામેલ કરવા જોઈએ કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફાઇબર જેવા પોષક તત્વો રહેલા છે. આ પોષકતત્ત્વો શરીરને શક્તિ આપે છે. દાળભાતમાં દહીંનો ઉપયોગ કરવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગશે.

ઈડલી સાંભાર: સામાન્ય રીતે ઈડલી એક હળવો ખોરાક હોવાના કારણે બ્રેકફાસ્ટમાં વધુ ઉપયોગ કરે છે. ઇડલી વરાળથી બનાવવામાં આવતી હોવાથી તે સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવાનો સારો આહાર છે. ઇડલી સાથે જો સાંભાર લેવામાં આવે તો પેટ ભરાઈ જાય છે. ઇડલી અને સંભાર તમારી ભૂખ ભગાડતા હોવાથી તમે હેવી ખોરાકનું સેવન કરવાનું ટાળો છો. આમ, વજન ઘટાડવા માટે ઇડલી વધુ લાભદાયી બને છે.

રાજમા ચોખા: રાજમામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. રાજમા અને ભાત સાથે આહારમાં લેવાથી સ્વાદ તો મળે છે સાથે લાંબા સમય સુધી પેટપણ ભરેલું રાખે છે. આમ, રાજમા શક્તિવર્ધક ભોજન બને જે વજન ઘટાડવામાં માટે વધુ મદદરૂપ બને છે.

દહીં પોહા: પોહા એક હળવો અને ઝડપથી બનતો નાસ્તો છે. પોહાને વધુ ટેસ્ટી બનાવવા તેમાં દહીંમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તે સ્વસ્થ ચરબી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સથી સમૃદ્ધ બને છે. જ્યારે પણ વધુ ખાવાના ઇચ્છા ના હોય ત્યારે નાની ભૂખ માટે અને સવારે કે સાંજના નાસ્તામાં કે હળવા ભોજન તરીકે આ વાનગી શ્રેષ્ઠ વિકલ્પ છે. કેટલાક લોકોમાં પોહામાં ડુંગળી અને બીટ પણ નાખે છે જેના કારણે આ પોહા વધુ સ્વાદિષ્ટ લાગે છે.

રોટલી અને શાકભાજી: મોટાભાગના ઘરોમાં સવારનો મેનુ નિશ્ચિત હોય છે રોટલી અને શાકભાજી. બાળકોને શાળાએ આપવું હોય કે પછી ઓફિસ માટે ટિફિનમાં અપાતો આ શ્રેષ્ઠ આહાર છે. રોટલી અને શાકભાજી દરેક ઘરમાં ખાવામાં આવે છે. રોટલી સાથે અલગ અલગ શાકભાજીનો આનંદ લઈ શકાય છે. ઘંઉમાંથી બનતી રોટલીમાંથી પ્રોટીન તો મળે છે સાથે લેવાતા વિવિધ પ્રકારના શાકભાજીમાં વિટામિન અને ફાઇબર જેવા ઘણા પોષક તત્વો મળી રહે છે.

સ્વસ્થાય માટે લાભદાયક

આ ખોરાક સ્વસ્થાય માટે લાભદાયક છે અને વજન નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. માટે વજન ઘટાડવા રોજિંદો આહાર છોડી જીમ, ડાયટ જેવા ટૂંકા પ્રયોગ કરવાના બદલે દિનચર્યામા આ આહારને સ્થાન આપવું જોઈએ. આરોગ્ય નિષ્ણાત કહે છે કે વજન ઘટાડવા માટે તમારે પોતાનો મનપસંદ ભારતીય ખોરાક છોડવાની બિલકુલ જરૂર નથી. કારણ કે સ્વસ્થ રહેવા માટે આપણે ભારતીય ખોરાક ખાસ લેવો જોઈએ.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

  • Follow us on: