નીતા અંબાણી કે જેઓ એક બિઝનેસ વુમનની સાથે સાથે ઘણી બધા કાર્યોમાં એક્ટિવ રહે છે. તેઓની સુંદરતાના વખાણ તો થાય જ છે પરંતુ તેમના સ્ટાઇલિશ અંદાજ સામે તો બોલિવૂડ અભિનેત્રીઓ પણ પાછી પડે. જ્વેલરીની વાત હોય કે પછી ડ્રેસિંગ. તેઓ હંમેશા તેમના ડિસન્ટ લુકને કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણીની લક્ઝુરિયસ લાઇફ વિશે તો સૌ કોઇ જાણે જ છે. પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણીને કયો નાસ્તો ફેવરિટ છે ?


નીતા અંબાણીને શું છે પ્રિય? 

નીતા અંબાણીની ઉંમર 60 વર્ષ છે પરંતુ તેમને જોઇને લાગે નહી. તેમની સુંદરતા જોઇને ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ બને છે. તેઓ વૈભવી જીવન જીવે છે પરંતુ ખાણી પીણીને લઇને ખુબ સભાન રહે છે. નીતા અંબાણી તેમજ મુકેશ અંબાણી સાદુ ભોજન જ ખાવનું પસંદ કરે છે. મેઇન વાત તો એ છે કે તેમનો આખો પરિવાર નોન વેજ ફૂડ ખાતો નથી. તેઓ પૌષ્ટિક આહાર જ ખાવું પસંદ કરે છે. ત્યારે નીતા અંબાણીએ તેમના ફેવરિટ નાસ્તા વિશે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે.

નીતા અંબાણીને શું ભાવે છે ? 

નીતા અંબાણીનો ફેવરિટ નાસ્તો ભેળ છે. આ વાત એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહી. તેઓ કહી રહ્યા છે કે અમે જ્યારે યંગ હતા ત્યારે અમે હિંદી મ્યુઝિક સાંભળતા, ફરવા જતા , સ્ટ્રીટ ફૂડ ખાતા હતા. તેમાં સૌથી ફેવરીટ મને ભેળ છે. મહત્વનું છે કે ભેળ ચટાકેદાર હોય છે. ભેળ બે પ્રકારની હોય છે એક સૂકી ભેળ અને બીજી ચટણીવાળી ભેળ. જેમાં લીલી અને આંબલીની ચટણી એડ કરવામાં આવે છે. આ ઉપરાંત સુકી ભેળ પણ લીંબુ નીચોવેલી ખાવાની ઘણી મજા આવે છે.

https://www.instagram.com/reel/C4favhCPfFL/?utm_source=ig_web_copy_link

મહત્વનું છે કે મમરા ઓછી કેલરી ધરાવે છે. તેમાં કોઇ ઓઇલ પણ હોતુ નથી. વળી તેમાં સલાડ પણ એડ કરવામા ંઆવે છે જેથી તે સ્વાસ્થ્ય માટે હેલ્ધી સાબિત થાય છે. ભેળ ખાવામાં ચટપટી અને ટેસ્ટી લાગે છે સાથે જ પેટ પણ ભરાઇ જાય છે.


  • Follow us on: