• વેકેશન માટે તમારે શહેરથી બહાર જવાનું રહે છે
  • સ્ટેકેશન તમને તમારા શહેરમાં જ ફરવા અને ફ્રેશ થવા પ્રેરે છે
  • સ્ટેકેશન માટે બજેટ કે પેકિંગની ઝંઝટ રહેતી નથી

બદલાતા સમયમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. હવે લોકોએ પોતાની રહેણી કરણી, ખાણીપીણીની સાથે હરવા ફરવાની રીતમાં પણ ફેરફાર કર્યા છે. આજકાલ વેકેશન પર જવા માટે ઘણી રજાઓની જરૂર પડે છે અને તે રજા લેવા માટે ઓફિસમાં મુશ્કેલી પડે છે. આ મુશ્કેલી ટાળવા લોકો હવે નવો ટ્રેન્ડ લાવી રહ્યા છે. આ ટ્રેન્ડને સ્ટેકેશનના નામે ઓળખવામાં આવે છે. તો જાણો શું છે સ્ટેકેશનનો અર્થ અને તે કેવી રીતે ફક્ત 1 જ દિવસ માટે પણ પ્લાન કરી શકાય છે.

હરવું ફરવું એ ખાસ કરીને તમારી મેન્ટલ હેલ્થની સાથે જોડાયેલું હોય છે, જો તમે ઘરેથી બહાર નીકળો છો તો દુનિયામાં અનેક નવી ચીજો સામેલ કરી લો છો અને સાથે જ તમે અનેક નવી જગ્યાઓને એક્સપ્લોર પણ કરી શકો છો. આ સમયે તમે રિલેક્સ ફીલ કરો છો અને તમારું મન પણ શાંત રહે છે. સમયની સાથે જે ફેરફાર આવી રહ્યા છે તેમાં હરવા ફરવાની રીતો પણ બદલાઈ રહી છે. વેકેશનને બદલે લોકો સ્ટેક્શનનો ઓપ્શન પસંદ કરી રહ્યા છે. તો જાણો વેકેશન અને સ્ટેકેશનનો અર્થ.

જાણો વેકેશન અને સ્ટેકેશનનો અર્થ

વેકેશન અને સ્ટેકેશનને સમજવાનો સૌથી સારો રસ્તો એ છે કે વેકેશન માટે તમારે શહેરથી બહાર જવાનું રહે છે તો સ્ટેકેશન તમને તમારા શહેરમાં જ રહેવા દે છે. ઘરે રહીને પણ તમે બોર થાઓ અને ઓફિસમાંથી રજા ન મળે તો તમે સ્ટેકેશન પર જઈ શકો છો.


બંનેમાં શું સારું છે

આમ તો સ્ટેકેશન અને વેકેશન બંનેના પોતાના અલગ ફાયદા છે. વેકેશન પર જવા માટે તમે કેટલાક દિવસની રજા માંગશો પણ તેની જગ્યા સિલેક્ટ કર્યા બાદ તમારે પહેલાથી બુકિંગ કરાવવાનું રહે છે. આ માટે પહેલાથી પેકિંગ અને બજેટનું સેટિંગ પણ કરવું પડે છે. સ્ટેકેશન માટે તમારે પેકિંગ અને પહેલાથી બુકિંગ કરવાનું હોતું નથી. આ ઓછા બજેટમાં પણ ખતમ થઈ જાય છે.

કેવી રીતે પ્લાન કરશો સ્ટેકેશન

  • સ્ટેકેશન પ્લાન કરવા માટે તમારે વીકઓફનો દિવસ નક્કી કરવાનો રહે છે.
  • એવી જગ્યા પસંદ કરો જ્યાં સ્પા, સ્વીમિંગ પુલ સહિતની એક્ટિવિટિઝ પણ હોય.
  • એવી જગ્યા પસંદ કરો જે ઘરથી થોડી જ દૂર હોય.
  • તમે સ્ટેકેશન 2-4 દિવસનું કરી શકો છો.
  • આ સાથે તમે તમારા બજેટ અનુસાર પણ સ્ટેકેશન પ્લાન કરી શકો છો.

  • Follow us on: