- રસોઈની આ વસ્તુઓની મદદથી સરળતાથી બનશે આ વાનગી
- કફ સિરપ અને દવાઓના સેવનની નહીં રહે જરૂર
- બેસનની આ વાનગીને દૂધ સાથે પણ પી શકો છો
શિયાળાની સીઝન શરૂ થઈ ચૂકી છે. આ સમયે શુષ્ક હવાની સાથે અન્ય અનેક બીમારીઓનો પણ લોકો સામનો કરી રહ્યા છે. જો તમે પણ શરદીના કારણે નાક વહેવું, ખાંસી, ગળામાં દર્દ, આંખ લાલ થવી, માથું દુઃખવું અને શરીર દુઃખવાની તકલીફ પણ રહે છે.
મોટા ભાગે લોકો કાઢાનું સેવન કરે છે
શિયાળામાં સૌથી પહેલા જ્યારે શરદી અને ખાંસી રહે તો લોકો કાઢો બનાવીને પી લે છે. આ સિવાય કેટલાક લોકો સ્ટીમ પણ લે છે. તો કફ સિરપ અને અન્ય દવાઓનું સેવન પણ કરે છે. જો આ તમામ ઉપાયોથી રાહત ન મળે તો તમે ચિંતા ન કરો. તમે બેસન એટલે કે ચણાના લોટની મદદ લઈ શકો છો. આ લોટનો શીરો બનાવો અને તેના સેવનથી મળશે મોટી રાહત. તો જાણો તેને બનાવવાની રીત.
ચણાના લોટનો શીરો
- 1 ચમચી ઘી
- 2 ચમચી ચણાનો લોટ
- 1-2 ખજૂર
- ચપટી કાળા મરીનો પાવડર
- 3 નંગ એલચીનો પાવડર
- ચપટી હળદર
- 1 કપ દૂધ
આ રીતે બનાવો
સૌ પહેલા એક પેન ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો, જ્યારે તે ઓગળે તો તેમાં બેસન ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી શેકો. આ પછી હળદર, કાળા મરીનો પાવડર, એલચી પાવડર ઉમેરો અને પછી તેને હલાવી લો. આ પછી તેમાં ખજૂર ઉમેરો. તેને સતત હલાવતા રહો. પછી તેમાં થોડું દૂધ ઉમેરો.હવે તેમાં ઉભરો આવવા દો. તેને પાતળું ન કરો અને તેને ઘટ્ટ રહેવા દો. તેને ચમચીથી ખાઈ શકાય તેવું રાખો. જો તમે તેને પીવા ઈચ્છો છો તો તમે તેમાં દૂધ થોડું વધારે ઉમેરો. જેથી તેને પી શકાય.
રોજ રાતે આ લિક્વિડ પીવાથી કે 1 ચમચી આ વસ્તુનું સેવન કરી લેવાથી તમને ખાંસી અને શરદીમાં રાહત મળશે.